પૂજ્ય શ્રી મોટા | Pujya Shree Mota


પૂજ્ય શ્રી મોટા

→ પૂજ્ય શ્રીમોટાનો જન્મ તારીખ ૦૪ સપ્ટેમ્બર ૧૮૯૮ , ભાદરવા વદ ચોથ, વિક્રમ સવંત ૧૯૫૪ના રોજ સાવલી મુકામે ભાવસાર જ્ઞાતિમાં થયો હતો.

→ તેમનો જન્મ વડોદરા તાલુકાના સાવલી ગામે ૪ સપ્ટેમ્બર ૧૮૯૮ના રોજ થયો હતો.

→ મૂળ નામ : ચુનીલાલ આશારામ ભગત

→ પિતાનું નામ : આશારામ ભગત

→ માતાનું નામ : સુરજબા

→ ગુરુ ધુણીવાળાદાદા સાંઇખેડાના કહેવાથી બાલયોગીજી મહારાજે તેમને સાધનામાં દિક્ષિત કર્યા. તેઓ ગુજરાત હરિજન સેવક સંઘમાં મંત્રી તરીકે કામ કરતા હતા અને સાથે સાથે આધ્યાત્મિક સાધના પણ કરતા હતા.

→ તેમણે તામિલનાડુમાં કાવેરીના કિનારે કુંભકોણમમાં 1950માં પ્રથમ આશ્રમ સ્થાપ્યો.

→ તેમણે નડીઆદમાં શેઢી નદીના કાંઠે અને સુરતમાં તાપી નદીના કિનારે હરિઃ ૐ આશ્રમો સ્થાપ્યા.

→ તેમણે પોતાનું વસિયતનામું કરેલું કે મારા મૃત્યુ બાદ કોઇ ઇંટ ચુનાનું સ્મારક બનાવવું નહિ અને તે નિમિત્તે જે રકમ આવે તેનો શાળાઓના ઓરડા બનાવવામાં ઉપયોગ કરવો.

→ ગુજરાતી વિશ્વકોશની શરુઆત તેમણે કરાવી હતી.

→ ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે સંત પૂજ્ય મોટા દ્વારા લોકો પાસેથી રકમ એકઠી કરીને દેશના ટોચના વૈજ્ઞાનિકોને ઍવોર્ડથી સન્માનિત કરવાની શરુઆત કરાઇ હતી. આજે પણ તેમના દ્વારા સ્થપાયેલી સંસ્થા હરિ:ૐ આશ્રમ દ્વારા ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, ભારત સરકારના સહયોગથી હરિ:ૐ આશ્રમ પ્રેરિત સિનિયર સાઇન્ટિસ્ટ ઍવોર્ડ અને હરિ:ૐ આશ્રમ પ્રેરિત વિક્રમ સારાભાઇ ઍવોર્ડ અને પીઆરએલ ઍવોર્ડ આપવામાં આવે છે. હરિ:ૐ આશ્રમ મારફતે દ્વારા વિદ્યાનગર ઇન્સ્ટીટ્યુટ મારફતે યુવા વૈજ્ઞાનિક/ઇજનેર ઍવોર્ડ પણ આપવામાં આવે છે.

૧૯૧૬ પિતાનું અવસાન
૧૯૦૫ થી ૧૯૧૮ તૂટક અભ્યાસ-સાથે આકરી મજૂરી
૧૯૧૯ મેટ્રિક પાસ
૧૯૨૦ વડોદરા કૉલેજમાં
તા. ૬-૦૪-૧૯૨૧ કૉલેજ ત્યાગ
૧૯૨૧ ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ
૧૯૨૨ વિદ્યાપીઠનો ત્યાગ, હરિજન સેવાનો આરંભ
૧૯૨૨ : ફેફરુંના રોગથી કંટાળીને ગરુડેશ્વરની ભેખડ ઉપરથી આત્મહત્યાનો પ્રયાસ, દૈવી બચાવ, ‘હરિ:ૐ’ જપથી રોગ મટાડવાનો સફળ પ્રયોગ.
૧૯૨૨ : ‘મનને’ની રચના.
૧૯૨૩ : ‘તુજ ચરણે’ની રચના
૧૯૨૩ : વસંતપંચમીએ પૂજ્ય શ્રીબાળયોગીજી દ્વારા દીક્ષા. શ્રીકેશવાનંદજી ધૂણીવાળાદાદાનાં દર્શન-સાંઈખેડા ગયા. રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર પ્રભુપ્રીત્યર્થે હરિજન સેવા.
૧૯૨૪ : ‘તુજ ચરણે’ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.
૧૯૨૬ :લગ્ન-હસ્તમેળાપ વખતે સમાધિનો અનુભવ.
૧૯૨૭ :હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ-પરિણામે ‘હરિ:ૐ’ જપ અખંડ થયો.
૧૯૨૮ : સાકુરીના પૂજ્ય શ્રીઉપાસની બાબાનું નડિયાદમાં આગમન, એમના આદેશ મુજબ સાકુરી જવું-ત્યાં મળમૂત્રની પથારીમાં સાત દિવસ.
૧૯૨૮ : પહેલી હિમાલય યાત્રા
૧૯૩૦ : મનની નીરવતાનો સાક્ષાત્કાર.
૧૯૩૦ થી ૧૯૩૨ : દરમિયાન સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલમાં. હેતુ-દેશસેવાનો નહિ, સાધનાનો. સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ-મૌન. વિદ્યાર્થીઓનો સમજાવવા વીસાપુર જેલમાં સરળ ભાષામાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનું વિવરણ લખ્યું-‘જીવનગીતા’
૧૯૩૪ : સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર.
૧૯૩૪ થી ૧૯૩૯ : દરમિયાન હિમાલયમાં અઘોરી બાવા પાસે જવાનું બન્યું, ધુંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં છાણાંની 63 ધૂણી ધખાવી નર્મદા કિનારે ખુલ્લામાં શિલા ઉપર નગ્ન બેસીને 28 દિવસની સાધના, શિર્ડીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અંતિમ તબક્કાનું માર્ગદર્શન.
૧૯૩૯ : તા.૨૯-૦૩-૧૯૩૯, રામનવમી, સંવત: 1995ના રોજ કાશીમાં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર. હરિજન સેવક સંઘમાંથી રાજીનામું. ‘મનને’ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.
૧૯૪૦ તા.૦૯-૦૯-૧૯૪૦,* જન્મતારીખના દિવસે વિમાનમાર્ગે અમદાવાદથી કરાંચી જવાનો ગૂઢ હુકમ.
૧૯૪૧ : માતાનું અવસાન.
૧૯૪૨ : હરિજન સેવક સંઘમાંથી છૂટા થયેલા, છતાં હરિજન કન્યા છાત્રાલય માટે મુંબઈમાં ફાળો ઉઘરાવ્યો. બે વખત સખત પોલીસમાર-દેહાતીત અવસ્થાના પુરાવા.
૧૯૪૩ : 24, ફેબ્રુઆરીમાં ગાંધીજીના પેશાબના ઝેરી જંતુઓનું પોતાના પેશાબમાં દર્શન. નૈમિત્તિક તાદાત્મ્યનો અનુભવ.
૧૯૪૫ : હિમાલયની યાત્રા-અદભુત અનુભવો.
૧૯૪૬ : હરિજન આશ્રમ, અમદાવાદ મીરાંકુટિરમાં મૌન એકાંતનો આરંભ.
૧૯૫૦ : દક્ષિણ ભારત કુંભકોણમમાં કાવેરી નદીને કિનારે હરિ:ૐ આશ્રમની સ્થાપના.
૧૯૫૪ : સુરતના કુરુક્ષેત્રમાં એક ઓરડીમાં મૌન એકાંતનો આરંભ.
૧૯૫૫ : તા.૨૮-૦૫-૧૯૫૫, નડિયાદ, શેઢી નદીને કિનારે હરિ:ૐ આશ્રમની સ્થાપના.
૧૯૫૬ : તા.૨૩-૦૪-૧૯૫૬, સુરત, કુરુક્ષેત્રમાં તાપી નદીને કિનારે હરિ:ૐ આશ્રમની સ્થાપના.
૧૯૬૨ થી ૧૯૭૫ : શરીરના અનેક રોગો-સતત પ્રવાસ સાથે 36 અધ્યાત્મ-અનુભવ ગ્રંથોનું લેખન -પ્રકાશન.
૧૯૭૬ : ફાજલપુર-મહી નદીનાં કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા.૨૩-૦૭-૧૯૭૬ના રોજ માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક દેહત્યાગ. પોતાનું ‘ઈંટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ નિમિત્તે મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પછાત ગામોમાં પ્રાથમિક શાળાનાં ઓરડાઓ બંધાવવાના લોકફાળામાં કરવાની સૂચના.

Post a Comment

0 Comments