Gossypium herbaceum | Cotton | કપાસ


કપાસ

scientific name : Gossypium herbaceum
→ કપાસ સંવૃત બીજધારી સપુષ્પ દ્વિદળ વનસ્પતિ છે.

→ વર્ગીકરણમાં તે માલવેઇલ્સ પેટાવિભાગના માલ્વેસી કુળ અને હિબીસ્સી ઉપકુળની ગોસિપિયમ પ્રજાતિમાં આવે છે.

→ સંસ્કૃત શબ્દ कार्पास ઉપરથી કપાસ શબ્દ બન્યાનું લાગે છે.

→ ગ્રીકમાં ‘કર્પોસાસ’ તથા લૅટિનમાં ‘કર્બાસસ’ શબ્દો છે.

→ ગુજરાતી ‘કપાસ’ના સમાનાર્થી શબ્દો હિન્દીમાં કપાસ; પંજાબી, સિંધીમાં કપાહ, કુટી; મરાઠીમાં કાપુસ; કાનડીમાં હટ્ટી, અસલે; તમિળ તથા મલયાળમમાં પાન્યુ; તેલુગુમાં પટ્ટી, દોરણી; બંગાળીમાં તુલા; પ્રાકૃતમાં સેદુગા; ફ્રેન્ચમાં લાકોતન; સ્પૅનિશમાં આલગોડોન; ચીનીમાં કુતુન, કુદ્રુમ; રુમાનિયનમાં કોતુનિયા; રશિયનમાં કોત્ન્જા; હિબ્રૂમાં કારબાસ અને પર્શિયનમાં પખ્તા છે.

→ કપાસ એક મહત્વપૂર્ણ રોકડીયો પાક છે જે ભારતના ઔધોગિક અને કૃષિ અર્થતંત્રમાં પ્રબળ ભૂમિકા ભજવે છે.

→ કપાસની ખેતી ઉત્તર ગોળાર્ધમાં લગભગ 40 અંશ અક્ષાંશ સુધી અને દક્ષિણ ગોળાર્ધમાં 28 અંશ સુધી વિસ્તરેલી છે.

→ ભારત વિશ્વમાં કપાસનો સૌથી મોટો ઉત્પાદક અને ત્રીજા નંબરનો નિકાસકાર દેશ છે. આ સાથે જ તે વિશ્વમાં કપાસનો સૌથી મોટો ગ્રાહક પણ છે.

→ જીનેટિકલી મોડિફાઇડ (જીએમ) Bt કોટન હાઇબ્રિડ્સે 2002 માં તેમની રજૂઆતથી ભારતીય બજાર (કપાસ હેઠળનો 95% જેટલો વિસ્તાર આવરી લીધો) મેળવ્યો છે.

→ ભારતમાં દર વર્ષે લગભગ 6 મિલિયન ટન કપાસનું ઉત્પાદન થાય છે જે વિશ્વના કપાસનો 23% જેટલો છે.

→ ખરીફ પાક જેને 6 થી 8 મહિનાનો સમય તૈયાર થવા માટે જરૂરી છે.

→ દુષ્કાળ - શુષ્ક આબોહવા માટે પ્રતિરોધક આદર્શ પાક.

→ વિશ્વની ખેતીલાયક જમીનનો 2.1% હિસ્સો ધરાવે છે, વિશ્વની 27% કાપડની જરૂરિયાત પૂરી કરે છે.

→ તાપમાન: 21-30° સે વચ્ચે.

→ વરસાદ: લગભગ 50-100 સે.મી.

→ માટીનો પ્રકાર: કાળી સુતરાઉ માટી (રેગુર) (દા.ત. ડેક્કન ઉચ્ચપ્રદેશની માટી)

→ ઉત્પાદનો: તેલ અને પ્રાણી આહાર.

→ ટોચના કપાસ ઉત્પાદક દેશો: ચીન> ભારત> યુએસએ

→ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ ભારતનાં કપાસ પકવતાં અગત્યનાં રાજ્યો છે.

→ ભારતમાં ટોચના કપાસ ઉત્પાદક રાજ્યો: ગુજરાત > મહારાષ્ટ્ર> તેલંગણા> આંધ્રપ્રદેશ> રાજસ્થાન.

→ કપાસની ચાર જાતિની : ગોસિપિયમ અર્બોરેયમ, જી.હેર્બેસિયમ, જી.હરસુટમ અને જી.બાર્બેડેન્સ.

→ ગોસિપીયમ આર્બોરેયમ અને જી.હેર્બેસિયમને “જૂની દુનિયાના કપાસ” અથવા “એશિયાટિક કપાસ” તરીકે ઓળખવામાં આવે છે.

→ જી.હર્સસુમને અમેરિકન કપાસ અથવા અપલેન્ડ કોટન અને જી.બાર્બેડેન્સ "ઇજિપ્તની કપાસ" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને વિશ્વની નવી કપાસની પ્રજાતિઓ છે.

→ વર્ણસંકર (હાઇબ્રીડ કપાસ) : કપાસ જે વિવિધ આનુવંશિક અક્ષરો ધરાવે છે. સંકર ઘણીવાર સ્વયંભૂ અને અવ્યવસ્થિત રીતે પ્રકૃતિમાં બનાવવામાં આવે છે જ્યારે ખુલ્લા પરાગાધાનવાળા છોડ કુદરતી રીતે સંબંધિત અન્ય જાતો સાથે ક્રોસ પરાગનિત થાય છે.

→ Bt કપાસ: • તે આનુવંશિક રીતે સુધારેલા જીવતંત્ર અથવા કપાસની આનુવંશિક રીતે સુધારેલ જીવાત-પ્રતિરોધક વિવિધતા છે.

→ ઈ. સ. 1864માં માન્ચેસ્ટરમાં પહેલી કાપડમિલ સ્થપાઈ.

→ પૂર્ણ વિકસિત કપાસના છોડને સુવિકસિત 2થી 6 મીટર ઊંડું મુખ્ય મૂળ તથા ઘણા મોટા પ્રમાણમાં પાર્શ્ચીય મૂળ હોય છે.

→ છોડની ઊંચાઈ 20થી 25 સેમી.થી માંડી બે-એક મીટર હોય છે. તેના ઉપર બે પ્રકારની ડાળીઓ આવે છે : વાનસ્પતિક (monopodial) અને ફળાઉ (sympodial), વાનસ્પતિક ડાળીઓ થડના જેવી જ હોય છે.

→ ફળાઉ ડાળીઓનો ઉદભવ અને ઉગાવો અલગ પ્રકારનો હોય છે.

→ સામાન્ય રીતે બીજ-સ્ફુરણથી જીંડવા થવાના વિવિધ તબક્કા માટેનો સમય, જાત અને પરિસ્થિતિ મુજબ નીચે પ્રમાણે હોય છે

  • બીજ-સ્ફુરણથી ર્દશ્ય ચાપવું : 20થી 25 દિવસ
  • શ્ય ચાપવાથી ઊઘડતું ફૂલ : 30થી 45 દિવસ
  • ફૂલથી ખુલ્લું જીંડવું : 35થી 55 કે તેથી વધારે દિવસ

  • → ફૂલ ઊઘડવાની પ્રક્રિયા વલયાકાર, અગ્રાભિસારી અને કેન્દ્રોત્સારી (centrifugal) ક્રમાનુસાર હોય છે. છોડની નીચેના ભાગની ડાળી ઉપર આવેલું થડની નજીકનું ફૂલ સૌથી પહેલું ખૂલે છે. એક ડાળી ઉપર નજીક નજીક આવેલાં બે ફૂલો ખીલવા વચ્ચે 5 થી 7 દિવસનો ગાળો હોય છે. નજીક નજીકની બે ડાળીઓના તે જ ક્રમ ઉપર આવેલાં બે ફૂલો ખીલવા વચ્ચે ત્રણેક દિવસનો ગાળો હોય છે.

    → જીંડવાની વધ લગભગ 18થી 21 દિવસમાં પૂરી થાય છે. ત્યારપછીનો જીંડવું ખૂલવા સુધીનો સમય પાકવામાં જાય છે. બીજ જોડકામાં ગોઠવાયેલ હોય છે. તેની સંખ્યા 7થી 17 જેટલી કે ઓછી-વધુ પણ હોઈ શકે.

    → ફલીનીકરણથી લગભગ 18 દિવસ સુધી રેસા લંબાઈમાં વધે છે. આ રેસા તે જ રૂ છે.

    → છોડ ઉપરનાં પાંદડાંના વિસ્તાર અને છોડથી આવરી લેવાયેલી જમીનના ક્ષેત્રફળના સંબંધને ‘લીફએરિયા ઇન્ડેક્સ’ તરીકે ઓળખાવાય છે.

    → સામાન્યત: લીફએરિયા ઇન્ડેક્સ 2થી 3 હોય છે.

    → કપાસમાં રૂ અને બીજના વજનના પ્રમાણને રૂની ટકાવારી કહેવાય છે. રૂની ટકાવારી જાત પ્રમાણે 15 થી 45 ટકા કે તેથી પણ ઓછી કે વધુ હોય છે. બીમાં પ્રોટીન, તેલ અને ક્ષારો હોય છે.

    → બીજ ઉપરના રેસા મુખ્યત્વે સેલ્યુલોઝના હોય છે.

    → કપાસનો વિકાસ મુખ્ય ત્રણ તબક્કામાં વિચારી શકાય
    1. જંગલીપણામાંથી વાવેતરયોગ્યતા
    2. બહુવર્ષાયુ વૃક્ષપણામાંથી વર્ષાયુ છોડમાં રૂપાંતર, (3)
    3. ભારતમાં પહેલવહેલું કપાસ સંશોધન કેન્દ્ર ઈ. સ. 1896માં સુરત મુકામે સ્થપાયેલું.

    → દુનિયાની સૌથી પહેલી કપાસની સફળ સંકર જાત સંકર4 1971માં સૂરત કેન્દ્ર ઉપરથી આપવામાં આવી હતી. તેવી જ રીતે સૌ પહેલી દેશી કપાસની સંકર જાત, ગુજરાત કપાસ દેશી સંકર-7 પણ 1984માં સૂરતથી જ આપવામાં આવી હતી. ત્યારબાદ લંબતારી દેશી સંકરની જાત ગુજરાત કપાસ દેશી સંકર-9 પણ 1989માં સૂરતથી બહાર પાડવામાં આવી હતી. રાજ્યમાં દેશી કપાસની પહેલી નરવંધ્યતા આધારિત દેશી સંકરની ગુજરાત કપાસ એમડીએચ11 જાત 2002માં સૂરત કેન્દ્ર પરથી આપવામાં આવેલ છે.

    → રાજ્યમાં વવાતી કપાસની સુધારેલી જાતો પૈકી દેશી જાતોમાં દિગ્વિજય, વી-797, ગુજરાત કપાસ-13, ગુજરાત કપાસ-21 તથા ગુજરાત કપાસ-23 મુખ્ય છે. અમેરિકન જાતોમાં દેવીરાજ, ગુજરાત કપાસ-10, ગુજરાત કપાસ-12 તથા ગુજરાત કપાસ-16 અને સંકર જાતોમાં સંકર-4, ગુજરાત કપાસ સંકર-6, ગુજરાત કપાસ સંકર-8 તથા ગુજરાત કપાસ સંકર-10 મુખ્ય છે. આ વર્ષે(2004)માં હીરસુટમ પ્રકારની કપાસની નવી સંકર જાત ગુજરાત કપાસ સંકર12 પણ મંજૂર કરવામાં આવેલ છે.

    → નુકસાન કરતા કીટકોને બે વિભાગમાં વહેંચી શકાય :
    1. પાન તથા થડને નુકસાન કરતાં તડતડિયાં, મશીમોલો, થ્રિપ્સ, લાલકથીરી, લશ્કરી ઇયળ, કાતરા, ઘોડિયા ઇયળ, થડવેધક વગેરે.
    2. ફળાઉ ભાગોને નુકસાન કરતી ટપકાંવાળી ઇયળ, ગુલાબી ઇયળ, લીલી ઇયળ, રાતાં ચૂસિયાં, રૂપલાં વગેરે. મૂળનો સુકારો, મૂળખાઈ, કાંઠલાનો કોહવારો, ખૂણિયાં ટપકાં, ઑલ્ટરનેરિયાથી થતો ઝાળ રોગ, જીંડવાંનો સડો અને નાના પાનનો રોગ (stenosis) તે મુખ્ય રોગો છે.

    → કપાસ લોઢીને મુખ્ય પેદાશ રૂ અને ગૌણ પેદાશ કપાસિયા મળે છે.

    → પાકમાંથી આડપેદાશ તરીકે કરસાંઠી મળે છે.

    → કપાસિયામાંથી તેલ, ખાદ્ય પદાર્થો, પશુ-આહાર વગેરે તૈયાર થાય છે. કપાસિયામાંથી તેમજ છોડના અન્ય ભાગોમાંથી ગ્લિસરીન, ફિટિન, વિટામિન, ફુરફુરાલ, સિલિકૉન, વિવિધ આલ્કોહૉલ, વિવિધ ઍસિડ, શર્કરા, ગ્લુકોઝ, લિગ્નાઇટ, લાખ, નાયલૉન, નાઇટ્રોસેલ્યુલોઝ, કાગળ, પાર્ટિકલ બૉર્ડ, હાર્ડબૉર્ડ, ફિલ્મ પ્લાસ્ટિક, કૃત્રિમ ઊન, કૃત્રિમ રેસા, ઇન્સ્યુલેટિંગ ટેપ, ગોસિપોલ, સિન્થેટિક ગુંદર, ફિલ્ટર પેપર, ઍમરી પેપર, પૅકિંગ મટીરિયલ, મિથાઇલ, બળતણ વગેરે અનેક વસ્તુઓ તૈયાર થઈ શકે.

    Post a Comment

    0 Comments