→ મુંબઈના ગવર્નરની રાજકોટની મુલાકાતના પ્રસંગે રાજય તરફથી સરધાર ગામ ખાતે બતકોના શિકારનો કાર્યક્રમ ગોઠવ્યો હતો.
→ મનસુખભાઈ મહેતાના નેતૃત્વમાં લોકોએ આનો વિરોધ કર્યો અને પોલિટિકલ એજન્ટ તથા રજકોટ દીવાન શ્રોફને આ શિકાર બંધ રકહવા વિનંતી કરી હતી,પણ તેમને અપમાન કરી કાઢી મૂકવામાં આવ્યા હતા.
→ તેથી 2000થી વધુ માણસોએ સરઘસ કાઢી વિરોધ પ્રદર્શન કર્યું.
→ રાજ્યે મનસુખભાઈ મહેતા અને મણીલાલ કોઠારીની ધરપકડ કરી તેમણે જેલની સજા કરી હતી. તે સામે લોકોએ વિશાળ પાયા પર વિરોધ વ્યક્ત કર્યો હતો.
→ પરિણામે 1922 ના ફેબ્રુઆરી માસમાં નેતાઓને જેલમાંથી છોડી મૂક્યાં અને શિકારનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો.
0 Comments