→ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ની સ્થાપના 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઇ ખાતે નિવૃત્ત બ્રિટિશ સિવિલ સેવક એ. ઓ. હ્યુમે (એલન ઓક્ટોવિયન હ્યુમ), વ્યોમેશચંદ્ર બેનર્જી તથા આનંદ મોહન બોઝે કરી હતી.
→ કોંગ્રેસ શબ્દ સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)માંથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ 'લોકોનો સમૂહ' એવો થાય છે. તેનું પ્રારંભિક નામ 'ઇન્ડિયન નેશનલ યુનિયન રાખવામાં આવ્યું હતું. વર્ષ 2024માં 139મો સ્થાપના દિવસ છે.
→ પ્રથમ સંમેલન પૂનામાં થનાર હતું. પરંતુ ત્યાં પ્લેગ ફેલાવાને કારણે આ સંમેલન મુંબઇમાં યોજાયું અને પછી દાદાભાઈ નવરોજીની ભલામણ મુજબ સંસ્થાનું નામ બદલીને 'ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ' (INC) રાખવામાં આવ્યું હતું.
→ એ. ઓ. હ્યુમને લાગ્યું કે જનતાના અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857 જેવી ક્રાંતિ થશે, તેથી તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવા માટે તત્કાલીન વાઈસરોય ડફરીનને સમજાવ્યા હતાં.
→ વિવેચકો કોંગ્રેસને ‘કૂકર માંથી પ્રેસર રિલીઝ કરનાર 'સેફ્ટી વાલ્વ તરીકે ઓળખે છે.
→ કોંગ્રેસના સૌથી વધુ અધિવેશન કલકત્તામાં 10 વાર યોજાયા હતા તેમજ મુંબઈ અને મદ્રાસમાં 7 વાર યોજાયા હતા. સ્વતંત્રતા સમયે કોંગ્રેસના અધ્યક્ષ આચાર્ય જે.બી. કૃપલાણી હતા અને સ્વતંત્રતા પછી કોંગ્રેસના અધ્યક્ષ પી. સીતારમૈયા હતા.
→ 28 ડિસેમ્બર, 1885ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)નું પ્રથમ સંમેલનનું આયોજન મુંબઈ ખાતે ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત શાળાના એક હોલમાં કરાયું હતું. જેમાં વ્યોમેશચંદ્ર બેનર્જી (W. C. Banerjee)ને કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
→ કોંગ્રેસની સ્થાપનાની સાથે જ એક એવી પ્રથાની શરૂઆત કરવામાં આવી કે બેઠકના અધ્યક્ષ જે તે પ્રાંતમાં બેઠકનું આયોજન કરવાનું હોય તે પ્રાંતના ન હોવા ન જોઈએ.)
→ વર્ષ 1924 બેલગાંવ (કર્ણાટક) અધિવેશનમાં ગાંધીજી (માત્ર એકવાર) અધ્યક્ષ રહ્યા હતા.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના અધિવેશનમાં મહિલા અધ્યક્ષ
વર્ષ
સ્થળ
અધ્યક્ષ
મહત્વ
1917
કલકતા
એની બેસન્ટ
પ્રથમ મહિલા અધ્યક્ષ
1925
કાનપૂર
સરોજિની નાયડુ
પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ
1933
કલકતા
નલિની સેન ગુપ્તા
ભારતીય મૂળના પ્રથમ વિદેશી મહિલા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના અલગ અલગ અધ્યક્ષની યાદી
યાદી
નામ
પ્રથમ અધ્યક્ષ
વ્યોમેશયંદ્ર બેનર્જી
પ્રથમ પારસી અધ્યક્ષ
દાદાભાઈ નવરોજી
પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ
બદરૂદીન તૈયબજી
પ્રથમ અંગ્રેજી અધ્યક્ષ
જ્યોર્જ યુલે
પ્રથમ મહિલા અધ્યક્ષ
એની બેસન્ટ
સૌથી યુવા અધ્યક્ષ
મૌલાના અબ્દુલ કલામ
પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ
સરોજીની નાયડુ
રાસબિહારી ઘોષ વર્ષ 1907 અને 1908, જવાહરલાલ નહેરૂ વર્ષ 1935 અને 1936 સુભાષચંદ્ર બોઝ વર્ષ 1938ના હરીપુરા અને 1937ના ત્રિપુરી અધિવેશન એમ બે - કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા.
રાષ્ટ્રીય પક્ષો
ક્રમ
પૂરું નામ
સ્થાપના વર્ષ
ચિન્હ
1
ભારતીય જનતા પાર્ટી(BJP)
1980
કમળ
2
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ(INC)
1885
પંજો(હથેળી)
3
કોમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા- માર્ક્સવાદી (CPI-M)
0 Comments