→ સ્વતંત્રતા સેનાની, ચરિત્ર લેખક, અનુવાદક અને ગુજરાતી સાહિત્યમાં 'ડાયરી સાહિત્ય' આપનાર મહાદેવભાઈ દેસાઈ
→ તેઓ અંગ્રેજી, બંગાળી અને મરાઠી ભાષામાં પ્રભુત્વ ધરાવતા હતા.
→ તેઓ શુક્રતારક અને ત્રિલોચન ઉપનામથી જાણીતા તથા તેમને ગાંધીજીનું હૃદય, ગાંધીજીના બોઝવેલ (વેરિયર એલ્વિન) અને ગાંધીજીના અંગત સચિવ જેવા બિરુદ મળ્યા હતાં.
→ તેમણે પ્રાથમિક શિક્ષણ જુદાં-જુદાં ગામોમાં લીધા બાદ માધ્યમિક શિક્ષણ સુરતમાં અને ઉચ્ચશિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં લીધું હતું.
→ આ સમય દરમિયાન તેમણે જહોન મોર્લીના ઓન કોમ્પ્રોમાઈઝ ગ્રંથોનું ગુજરાતી અનુવાદ કરી ફાર્બસ ગુજરાતી સભાનું એક હજાર રૂપિયાનું ઈનામ મેળવ્યું હતું.
→ તેઓએ એલ.એલ.બી. કરી અમદાવાદમાં વકીલાતની શરૂઆત કરી હતી. પરંતુ આ વ્યવસાયમાં સફળ ન થતાં તેઓ સરકારી ખાતામાં જોડાયા હતા.
→ તેઓ પોતાના પુસ્તકને કંઈક શ્રેષ્ઠ રીતે પ્રકાશિત કરી શકાય તે અંગે સલાહ લેવાના હેતુથી વર્ષ 1915માં ગાંધીજીને સૌપ્રથમવાર ગોધરામાં મળ્યા હતા. ગાંધીજીથી પ્રભાવિત થઇને વર્ષ 1917માં ગાંધીજીના અંતેવાસી તરીકે રહ્યા હતા.
→ તેમના પુત્ર નારાયણ દેસાઈએ અગ્નિ કુંડમાં ઊગેલું ગુલાબ નામની કૃતિમાં મહાદેવભાઈનું આત્મચરિત્ર આલેખ્યું છે.
→ સ્વરાજ આંદોલન નિમિત્તે તેમણે લખેલા ગ્રંથો પૈકી એક ધર્મયુદ્ધ (1923)માં અમદાવાદના મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે.
→ વર્ષ 1955માં મહાદેવભાઈની ડાયરી દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કૃતિ બની હતી. મહાદેવભાઈ દેસાઈની ડાયરીના કુલ 23 ભાગ છે.
→ તેમણે ગાંધીજી સાથેના 25 વર્ષની રોજનીશી મહાદેવભાઈ દેસાઈની ડાયરી, ભાગ 1 થી 17 માં લખી છે.
→ તેઓએ નવજીવન અન ઇન્ડિપેન્ડેન્ટ જેવા સમાચાર પત્રોનું સંપાદન પણ કર્યું હતું.
→ તેમણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો અંગ્રેજી અનુવાદ My Experiement with truth નામે કર્યો હતો.
→ તેમનું છેલ્લું પુસ્તક ગાંધીજીના અનાસકિતયોગનું અંગ્રેજીમાં ભાષાંતર હતું. તેમજ સ્વીન્દ્રનાથ ટાગોરની સંવેદનકથા કાબુલીવાલાનું અનુવાદ પણ તેમણે કર્યું હતું.
→ તેઓ ગુજરાત વિધાપીઠના કુલપતિ તરીકે પણ રહી ચૂક્યા છે.
→ તેમના નામ પરથી ગૂજરાત વિધાપીઠમાં મહાદેવભાઈ દેસાઈ સમાજ મહાવિઘાલય તથા સામાજિક વિજ્ઞાન, કળા અને માનવતાના વિભાગનું નામ રાખવામાં આવ્યું છે.
→ મહાદેવભાઈની ડાયરી સાહિત્યની જેમ ગોર્વધનરામની - સ્ક્રેપબુક, નરસિંહરાવની રોજનીશી, બ.ક.ઠાકોરની - દિન્કી અને કાકાસાહેબની - વાસરી જાણીતા છે.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1983માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ તેમની સમાધિ કસ્તુરબાની સમાધિ પાસે આગાખાન મહેલ (પૂણે) ખાતે આવેલી છે.
0 Comments