પ્રેમાનંદ | Premanand Bhatt



પ્રેમાનંદ



→ જન્મ : ઇ.સ. 1636

→ મૃત્યુ ૧૭૩૪

→ ગુરુ : રામચરણ

→ જન્મસ્થળ : વડોદરા

→ પિતા : કૃષ્ણદાસ ભટ્ટ

જાણીતા નામ



→ મહાકવિ

→ આખ્યાન શિરોમણિ

→ કવિ રસસિદ્ધ

→ માણભટ્ટ

→ ગાગારિયા ભટ્ટ


→ ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે.

→ પ્રેમાનંદની “ઓખહરણ” કૃતિ દર ચૈત્ર મહિનામાં ગવાય છે તથા ચાતુર્માસમાં “દશમસ્કંધ” ગવાય છે.

→ પ્રેમાનંદની “સુદામાચરિત્ર” કૃતિ દર શનિવારે અને “હૂંડી” દર રવિવારે ગવાય છે.

→ “જ્યાં સુધી ગુજરાતી ભાષાનો બીજી ભાષાઓ કરતાં વિશેષ ઉત્કર્ષ થાય નહિ ત્યાં સુધી પાઘડી પહેરીશ નહિ” પ્રેમાનંદની આ પ્રતિજ્ઞા જાણીતી છે.

→ કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને “ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ” તરીકે ઓળખાવ્યો છે.



→ વખણાતું સાહિત્ય : આખ્યાન (નળાખ્યાન – “પણ કન્યા નળની વાટ જોય”), લક્ષ્મણાહરણ – સૌપ્રથમ રચેલું આખ્યાન




કૃતિઓ



→ અભિમન્યુ આખ્યાન : પાત્રો: કૌરવો, પાંડવો, બાણશય્યા ભીષ્મપિતામહ, શકુનિ, દ્રોણાચાર્ય, અર્જુન, અભિમન્યુ, કૃષ્ણ, ધૃતરાષ્ટ્ર, સંજય, સુભદ્રા, દેવકી, રોહિણી, કુંતા, કમલાપતિ, દ્રોપદી, અશ્વત્થામા.

→ ઓખહરણ : પાત્રો: શ્રી કૃષ્ણ, મરીચી, કશ્યપ કુમાર, ઓખા, ચિત્રલેખા, અનિરુધ્ધ જાદવજી, વસુદેવ, પ્રધ્યુમન, રુકમણી, સત્યભામા, જાંબુવતી, રેવતી, બલિભદ્ર, દેવકી.

→ ચંદ્રાસાખ્યાન : પાત્રો: ચંદ્રહાસ, શ્યામા, મેઘાવતી, કુલિંદ, દુર્વાસા ઋષિ, વિષયા, ચંપકમાલિનિ, મદન, ગાલવમુનિ, કુંતલરાજા.

→ દશમસ્કંધ

→ દાણલીલા








→ નળાખ્યાન : પાત્રો: નૈષધનાં રાજા, પાંડવ, ધર્મરાય, બૃહદસ્વજી, નળ, ભિમકકુમારી દમયંતિ, એક ભેક્ષુક, પુષ્કર, નારદમુની, વજ્રવતી, દમન, દંતુ, દર્દુમન, હંસ-હંસણી, પ્રધાન, ઈન્દ્ર, વરુણ, અગ્નિ, દુત, રીંછ, વાનર, સ્વાન, માંજર, વીરસેન, વૃતાંત, સાપ, પારધિ, સુદેવ, રુતુપર્ણ, બાહુક.

→ ભ્રમરગીતા

→ મદાલસા આખ્યાન : પાત્રો: મેનકા, માર્કંડેય, દાનવો, ગાલવ, નારદમુનિ, ગૌતમમુનિ, ગર્ગાચાર્ય, અગત્સ્ય, વશિષ્ટ અને વામદેવ, અત્રિ, દુર્વાસા, મિત્રવરુણ, વાલ્મિકી, વિશ્વામિત્ર, બીજા ૮૮ ઋષિઓ, દિક્ષિત, રુતુધ્વજ, મદાલસા.

→ મામેરું : પાત્રો: નરસિંહ મહેતા, ઉમિયાનાથ (મહાદેવજી), શામળદાસ (પુત્ર), કુંવરબાઈ (પુત્રી), કુંવરબાઈના સાસુ, સસરા, નણંદ

→ રણયજ્ઞ : પાત્રો: રામ, લક્ષમણ સીતા, રાવણ, દશરથ, સુગ્રીવ, વાનરસેના, વિભિષણ, નલ, નીલ, અંગદ, કુંભકર્ણ, મંદોદરી, ઈન્દ્રજીત, ત્રિજટા, મૈથીલી, નારદ, હુતાસન, મેઘનાથ.

→ વામનકથા

→ વિવેક વણઝારો

→ સુદામાચરિત્ર : પાત્રો: સાંદીપની રુષિ, હળધર, ભગવંત, સુદામા, શામળ, સંકર્ષણ, માધવ, સુદામાની પત્ની અને તેમના બાળકો, આઠ પટરાણીઓ: રુકમણી, શ્રી વૃંદા, ભદ્રાવતી, જાંબુવતી, સત્યા, કાલંદ્રી, લક્ષમણા, સત્યભામા. આ ચરિત્રમાં ભગવાનનાં ગુણોના વર્ણન તથા ભક્તોની ભગવાન પ્રત્યેના હેત વિષે આલંકન કરેલ છે.

→ સુધન્વા આખ્યાન : પાત્રો: હંસધ્વજ, કૌરવ, પાંડવ, વેદવ્યાસ, કૃષ્ણ દ્રેપાયન, ભિષ્મ, દ્રોણ, શકુનિ, યૌવનાશ્વ, નિલધ્વજ, પ્રદ્દુમન, નારદમુનિ, સુધન્વા, સુકોમલા, અનિરુદ્ધ, સુદર્શન, મેઘવર્ણ, સુધન.

→ સુભદ્રાહરણ

→ હૂંડી : પાત્રો: નરસિંહ મહેતા, કુંવરબાઈ, શામળ, તીર્થવાસીઓ.









લઘુકૃતિઓ



→ સ્વર્ગની નિસરણી

→ ફૂવડનો ફજેતો

→ વિવેક વણઝારો

→ શામળશાનો વિવાહ

→ બાળલીલા-વ્રજવેલ

→ દાણલીલા

→ ભ્રમરપચીસી

→ પાંડવોની ભાંજગડ

→ રાધિકાના દ્વાદશ માસ

→ વિષ્ણુસહસ્રનામ




પ્રેમાનંદની જાણીતી પંક્તિઓ



→ ગોળ વિના મોળો કંસાર, માત વિના સુણો સંસાર

→ સુખ – દુ:ખ મનમાં ન આણીએ

→ વીરક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્યે ગામ, ચતુર્વશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ ઉદાર નિમિત્તે સેવ્યું નંદરબાર

→ ઋષિ કહે સાંભળ નરપતિ



Post a Comment

0 Comments