Ad Code

વિનોબા ભાવે | Vinoba Bhave

વિનોબા ભાવે
વિનોબા ભાવે

→ જન્મ : 11 સપ્ટેમ્બર, 1895 (મહારાષ્ટ્ર)

→ પિતા : નરહરી

→ માતા : રુકમણીદેવી

→ અવસાન : 15 નવેમ્બર, 1982 (મહારાષ્ટ્ર)

→ ભૂદાન આંદોલનના પ્રણેતા અને સમાજસુધારક આયાર્ય વિનોબા ભાવેનું નિધન મહારાષ્ટ્રના પવનાર ખાતે થયું હતું.

→ તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદે ખાતે એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

→ તેમનું મૂળનામ વિનાયક હતું.

પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહો
→ 17 ઓકટોબર, 1906ના રોજ ગાંધીજીએ 'વ્યક્તિગત સત્યાગ્રહ'નો પ્રારંભ કર્યો હતો અને મહાત્મા ગાંધીએ વિનોબા ભાવેને પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા કાકા હતાં. જયારે જવાહરલાલ નેહરુ બીજા વ્યકિતગત સત્યાગ્રહી હતાં.




ભૂદાન આંદોલન

→ તેમણે વર્ષ 1951માં 'ભૂદાન આંદોલન'નો પાયો નાખ્યો હતો જેની શરૂઆત આંધપ્રદેશના પોયમપલ્લી (હાલનું તેલંગણા) ખાતેથી કરી હતી.

→ આ આંદોલન દરમિયાન તેમણે 13 વર્ષ સુધી અવિરત પગપાળા યાત્રા કરી હતી.

→ આ યાત્રા દરમિયાન તેમને 42 લાખ એકર જમીન દાનમાં મળી હતી.

→ દાનમાં મળેલી જમીનનું ખેતમજૂરોને અને ભૂમિવિહીન શ્રમજીવીઓને દાન કર્યુ હતું.

→ આ રીતે તેમણે જમીનની અસમાન વહેંચણીને સમાન વહેંચણી કરવાનો પ્રયાસ કર્યો હતો.



→ તેમણે વર્ષ 1923માં મરાઠીમાં 'મહારાષ્ટ્ર ધર્મ' નામની એક માસિક પત્રિકા શરૂ કરી હતી. આ માસિક પત્રિકામાં મુખ્યત્વે ઉપનિષદો પરના નિબંધો હતા.

→ તેમની જાણીતી કૃતિ 'શિક્ષણ વિચાર' છે આ ઉપરાંત તેમણે ગીતા-પ્રવચન, વિચારપોથી, સ્વરાજ્ય ક્ષસ્ત્ર, સ્થિતપજ્ઞ દર્શન, અષ્ટાદથી, ભાગવત-ધર્મસાર અને જીવનદ્રષ્ટિ જેવા પુસ્તકો લખ્યાં હતા.

→ તેમણે 'શ્રીમદ્ ભગવદગીતા'નો મરાઠી ભાષામાં કાવ્યાનુવાદ કર્યો હતો.

→ તેઓ વર્ષ 1958માં કમ્યુનિટી લીડરશિપ માટે એશિયાનો નોબેલ ગણાતા 'રેમન મેગ્સેસે એવોર્ડ' મેળવનાર પથમ ભારતીય હતા.

→ ઉપરાંત તેમને ભારત સરકાર તરફથી વર્ષ 1983માં 'ભારતરત્ન' (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

→ તેમણે દસ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય પાળવાની અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી અને નાની ઉમરમાં રામાયણ, મહાભારત અને ભગવદગીતાનો અભ્યાસ કરી લીધો હતો.

→ વર્ષ 1916માં વડોદરામાં સ્નાતક થયા બાદ 21 વર્ષની વયે તેમણે ગૃહત્યાગ કર્યો હતો અને સાધુ થવા કાશી તરફ પ્રયાણ કર્યુ હતું.

→ તેમને ભારતના 'રાષ્ટ્રીય અધ્યાપક' અને 'મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી' માનવામાં આવે છે.

→ તેમણે ગાંધીજીની રજા લઈ મહારાષ્ટ્રમાં જઈ નારાયણ શાસ્ત્રીની પાઠશાળામાં છ માસ રહી શ્રીમદ્ ભગવદ્ ગીતા, બલસૂત્ર, ઉપનિષદો, મનુસ્મૃતિ, ઢાંકરભાષ્ય, પતંજલિ યોગદર્શન, ન્યાયસૂત્ર અને યાજ્ઞવલ્કય સ્મૃતિનું અધ્યયન કર્યુ હતું.

→ તેમનું 'જય જગત' સૂત્ર સમગ્ર વિશ્વ વિશેના તેમના મંતવ્યો દર્શાવ છે.

→ તેમના પર ગાંધીજીના વિચારોનો ઘણો જ પ્રભાવ હતો.

→ તેમણે બનારસમાં ગાંધીજીના ક્રાંતિકારી ભાષણો સાંભળ્યા પછી હિમાલયમાં તપ કરવા જવાનું માંડી વાળ્યું હતું.

→ ગાંધીજીએ તેમનું નામ નામ વિનોબા' પાડયું હતું.

→ તેમણે 8 એપ્રિલ, 1921માં વર્ધા પાસે પવનાર આશ્રમની સ્થાપના કરી હતી.

→ તેમણે વર્ષ 1948માં 'સર્વોદય સમાજ'ની સ્થાપના કરી હતી.

→ તેમણે વર્ષ 1954માં પંચાયત અંગે 'પંચમુખી કાર્યક્રમ' આપ્યો હતો.

→ વર્ષ 1959માં બ્રહ્મ વિધા મંદિરની સ્થાપના કરી, જે મહિલાઓ માટેનો એક નાનો સમુદાય છે, જેનો ઉદ્દેશ્ય મહાત્મા ગાંધીના ઉપદેશોની તર્જ પર આત્મનિર્ભરતાનો છે.

→ તેઓ સંસ્કૃત, કન્નડ, ઉર્દૂ અને મરાઠી સહિત 7 ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતાં.

→ વર્ષ 1975માં ઇન્દિરા ગાંધી દ્વારા લગાવાયેલી કટોકટીને 'અનુશ્વાસન પર્વ' કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર બન્યા હતાં.

→ ગાંધીજીએ તેમને આશ્રમના 'દુર્લભ રત્નોમાંના એક છે' એમ કહીને સંબોધન કર્યુ

→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1983માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

→ તેમની સ્મૃતિમાં વિનોબા ભાવે યુનીવર્સીટી ઝારખંડ રાજ્યના હજારીબાગ ખાતે આવેલ છે.

→ તેઓ કહેતા કે, થીંક ગ્લોબલી, એક્ટ લોકલી' એટલે કે વૈશ્વિક સ્તરે વિચારીએ પરંતુ કામ સ્થાનિક સ્તરે કરીએ'.

મહત્વના પુસ્તકો




→ ગીતાપ્રવચનો (ભારતની તમામ ભાષામાં અનુવાદિત)

→ વિચારપોથી

→ સ્થિતપ્રજ્ઞ દર્શન

→ મધુકર

→ ક્રાંતિ દર્શન

→ સ્વરાજ્ય શાસ્ત્ર

→ ભૂદાન ગંગા ભાગ – 1 થી 10

→ તેમને મેગ્સેસ એવોર્ડ તથા ભારતરત્નથી સન્માનિત કરાયા હતા.














Post a Comment

0 Comments