Ad Code

ગુપ્તયુગની કલા | Gupta Art



ગુપ્તયુગની કલા


→ ગુપ્તકાલીન કલા મોટેભાગે હિન્દુ અને બૌદ્ધધર્મ આધારિત હતી.

→ બૌદ્ધધર્મે ગુપ્તકાલીન કલાને ખૂબ જ પ્રભાવિત કરી છે.
→ મથુરા, સારનાથ, અજંતા અને ઇલોરા ગુપ્તકાલીન કલાના વિશ્વવિખ્યાત સ્થળો છે.

ગુફા




અજંતાની ગુફાઓ

→ અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં સ્થિત છે.
→ કુલ 29 ગુફાઓમાંથી 16, 17 અને 19 ગુપ્તકાળ સંબંધિત ગુફાઓ છે.

→ સંયુક્ત રાષ્ટ્ર (UN) એ અજંતાની ગુફાઓને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરી છે.


અજંતાની ચિત્રકારી

→ મહાત્મા બુદ્ધ અને તેમની સાથે સંકળાયેલ જાતક કથાઓનું વર્ણન કરતાં ચિત્રો છે.

→ 1500 વર્ષ કરતાં પણ વધારે જૂનાં આ ચિત્રોના રંગો આજે પણ એવા ને એવા છે.



બાઘની ગુફાઓ

→ મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં વિંધ્ય પર્વતને કાપીને બાઘની ગુફાઓનું નિર્માણ થયું.

→ વિરસેન ઉદયગીરી ગુહા લેખના રચનાકાર હતાં.

મંદિરો



→ નિર્માણ : શરૂઆત ગુપ્તકાળમાં જ થઈ.

→ નાગરશૈલી : ઉત્તર ભારતમાં મંદિર સ્થાપત્યકલા

→ સૌપ્રથમ મંદિર : નાગરશૈલી ના બે સુવિખ્યાત મંદિરો છે. જેના કેન્દ્રમાં ભગવાન વિષ્ણુ છે.

→ ભીતર ગામ : ઉત્તર પ્રદેશના કાનપુર (UP) – ઈંટથી બનેલ

→ દેવગઢ : ઝાંસી (MP) – પત્થરથી બનેલ








મુખ્ય મંદિર



મંદિર સ્થળ
ધમ્મેખ સ્તૂપ સારનાથ (UP)
શિવ મંદિર ભૂમરા (નાગોદ, MP)
પાર્વતી મંદિર નચનાકુઠાર (MP)
દશાવતાર મંદિર દેવગઢ (ઝાંસી)
ભિતરગાંવ મંદિર કાનપુર (UP)
વિષ્ણુ મંદિર તીગવાં, જબલપુર (MP)
વિષ્ણુ મંદિર ઉદયગિરિ (વિદિશા)
શિવ મંદિર અહિચ્છત્ર (બહેલી, UP)
લક્ષ્મણ મંદિર સિરપુર (ઈંટોથી નિર્મિત)

મુદ્રા અને સિક્કા



→ ગુપ્ત સમ્રાટોનું વર્ણન અને ચિત્રણ જોવા મળે છે.

સમુદ્રગુપ્તના વીણા વગાડતા સોનાના સિક્કા ગુપ્તકાળમાં સંગીતનો પરિચય આપે છે.

→ અશ્વમેઘ યજ્ઞની મુદ્રાઓ પણ પ્રચલિત કરી હતી.

→ વિષ્ણુ અને ભગવાન શંકરની પૂજા- ઉપાસના સાથે સંકળાયેલ મુદ્રાઓ અને સ્થાપત્યો પણ મળી આવ્યા છે.











Post a Comment

0 Comments