Home Constitution of India : Question & Answer Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :15
Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :15
ભારતનું બંધારણ વન લાઇનર
લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોને જવાબદાર છે? → માત્ર લોકસભાને
સંયુક્ત બેઠકમાં જો લોકસભાનો અધ્યક્ષ ગેરહાજર હોય તો બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? → લોકસભાનો ઉપાધ્યક્ષ
ગુજરાતમાં કયો લોકાયુક્ત ધારો અમલમાં છે? → ગુજરાત લોકાયુક્ત અધિનિયમ, 2013
ગુજરાતમાં સૌ પ્રથમ લોકાયુક્ત ધારો ક્યારે અમલમાં આવ્યો? → ઇ.સ. 1986
ભારતમાં સૌ પ્રથમ ક્યાં રાજ્યએ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો? → ઓડિસ્સા
ભારતમાં સૌ પ્રથમ ક્યાં રાજ્યએ સૌ પ્રથમ લોકાયુક્તની નિમણૂક કરી? → મહારાષ્ટ્ર
ગુજરાતમાં સૌ પ્રથમ ક્યારે લોકાયુક્તની નિમણૂક કરી? → ઈ.સ. 1988
ગુજરાતના સૌ પ્રથમ લોકાયુક્ત કોણ હતા? → ડી.એચ. શુક્લ
વિશ્વમાં સૌ પ્રથમ લોકપાલની સ્થાપના ક્યાં કરવામાં આવી? → સ્વીડન
ભારતમાં સૌ પ્રથમ લોકપાલ અને લોકયુક્ત શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? → લક્ષ્મીમલ સિંધવી
ભારતમાં સૌ પ્રથમ લોકપાલ બિલ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? → ઈ.સ. 1968
નીતિપંચની સ્થાપના કયારે કરવામાં આવી હતી? → 1 જાન્યુઆરી, 2015
કોણ નીતિપંચના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે? → ભારતના વડાપ્રધાન
નીતિપંચની સ્થાપના કઈ રીતે થઈ? → કેન્દ્રિય કેબિનેટના આદેશ દ્વારા
નીતિ (NITI) પંચનું પૂરું નામ જણાવો. → National Institute for Transforming India
રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી? → ઈ.સ. 1952
રાષ્ટ્રીય વિકાસ પરિષદનો હોદ્દાની રૂએ કોણ હોય છે? → ભારતના વડાપ્રધાન
રાષ્ટ્રીય એકતા પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી? → ઈ.સ. 1986
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? → ઈ.સ. 1993
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોય છે? → સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? → 5 વર્ષ અથવા 70 વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે
રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? → ઈ.સ. 1992
ભારતના સૌ પ્રથમ કાયદાપંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? → ઈ.સ. 1955
ભારતના સૌ પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? → એમ.સી. સેતલવાડ
ભારતમાં રાષ્ટ્રી અલ્પસાંખ્યક આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? → ઈ.સ. 1993
કેન્દ્રિય સતર્કતા આયોગની સ્થાપના કયારે કરવામાં આવી? → ઈ.સ. 1964
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? → ઈ.સ. 2007
CBI (Central Bureau of Investigation) ની સ્થાપના ક્યારે કરવામાં આવી? → ઈ.સ. 1963
ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં મિલ્કતના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે? → અનુચ્છેદ – 300 (a)
ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાષ્ટ્રીય પછાતવર્ગ અંગે જોગવાઈ કરવામાં આવી છે? → અનુચ્છેદ – 340
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? → રાષ્ટ્રપતિ
ભારત સરકાર દ્વારા મુસ્લિમ સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તરના અધ્યયનના કાર્ય માટે કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? → સચ્ચર સમિતિ (2006)
ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય ભાષાઓનો ઉલ્લેખ છે? → આઠમી અનુસૂચિ
ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “રાજભાષા” ની જોગવાઈ કરવામાં આવી છે? → અનુચ્છેદ – 343
ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “રાજભાષા આયોગ” ની જોગવાઈ કરવામાં આવી છે? → અનુચ્છેદ – 344
ભારતના બંધારણ ના ક્યાં અનુચ્છેદમાં રાજભાષા સંબંધી જોગવાઇઓ કરવાં આવી છે? → અનુચ્છેદ – 343 થી અનુચ્છેદ 351
ભારતીય સંઘની આધિકારિક ભાષાના રૂપે કઈ ભાષાઓને બંધારણીય માન્યતા આપે છે? → 8 મી અનુસૂચિ
ભારતની રાજભાષા કઈ છે? → હિન્દી
ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ હિન્દીને રાજભાષાનો દરજ્જો પ્રદાન કરે છે? → અનુચ્છેદ – 343 (i)
કોઈ ભાષાને કોઈ રાજ્યની રાજભાષાના રૂપમાં સ્વીકાર કરવાનો અધિકાર કોને છે? → રાજયવિધાનમંડળ
ભારતમાં સૌ પ્રથમ રાજભાષા આયોગની રચના ક્યારે કરવામાં આવી? → ઈ.સ. 1955 માં બી.જી. ખેરની અધ્યક્ષતામાં
ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે પ્રત્યેક રાજય શિક્ષાના પ્રાથમિક સ્તર પર માતૃભાષામાં શિક્ષણની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરવાનો અધિકાર છે? → અનુચ્છેદ – 350 (A)
બંધારણમાં 21 માં બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષા આઠમી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? → સિંધી
71 મો બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાઓને આઠમી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? → કોંકણી, મણિપુરી, નેપાળી
92 માં બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાઓને આઠમી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? → ડોગરો, બોડો. મૈથિલી, સંથાલી
ક્યાં રાજ્યોમાં રાજભાષા અંગ્રેજી છે? → અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેંડ, મિઝોરમ
ગુજરાતની રાજભાષા કઈ છે? → ગુજરાતી અને હિન્દી
બંધારણના કાય અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે? → અનુચ્છેદ – 348
મૂળભૂત ફરજો માત્ર કોને લાગુ પડે છે? → ભારતીય નાગરિકોને
ભારતમાં “એકલ નાગરિકતા” નો સિંદ્ધાંત ક્યાં દેશ પાસેથી લેવામાં આવ્યો છે? → બ્રિટન
0 Comments