ગુજરાતનાં
જુનાગઢ ખાતે વિશ્વના સૌથી મોટા મંદિર રોપવે ની શરૂઆત 24 ઓક્ટોબર 2020ના રોજ ભારતના વડાપ્રધાન
શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી ધ્વારા નવી દિલ્હી ખાતેથી ઇ-લોકાર્પણ કરાવ્યુ છે.
આ રોપવેની લંબાઇ 2320 મીટર અને ઊંચાઈ 900 મીટર છે.
જૂનાગઢ ગિરનાર પર્વત પર ભવનાથની તળેટીથી અંબાજીની ચોટી વચ્ચે આ રોપવેની શરૂઆત કરવામાં આવી છે.
ભવનાથની તળેટીથી અંબાજીની ચોટી વચ્ચે નું અંતર રોપવેની મદદથી 7.30 થી 8.00 મિનિટમાં કાપી શકશે.
આ રોપવેમાં 25 કેબિન હશે જેમાં પ્રત્યેક કેબિનમાં 8 વ્યક્તિઓની બેસવાની ક્ષમતા હશે.
આ રોપવે એક કલાકમાં 1000 વ્યકતીઓના વહનની ક્ષમતા ધરાવે છે.
શિલાન્યાસ કોણે કર્યો હતો ?: ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી ધ્વારા 1 મે 2007 ના રોજ
બાંધકામની શરૂઆત ક્યારે થઈ હતી ? : સપ્ટેમ્બર 2018 માં થયો હતો.
બનાવવાનો ખર્ચ : રૂપિયા 130 કરોડ
કઈ કંપની ધ્વારા બનવાવમાં આવ્યું? : ઉષા બ્રેકો લિમિટેડ
* ગિરનાર રોપવે વિશ્વનો સૌથી મોટો મંદિર રોપવે છે. ઉપરાંત તે એશિયાનો સૌથી લાંબો રોપવે પણ છે.
0 Comments