Ad Code

મુખ્યમંત્રી : શ્રી નરેન્દ્રભાઈ મોદી


શ્રી નરેન્દ્રભાઈ મોદી



→ જન્મ : 17 સપ્ટેમ્બર, 1950
→ જન્મ સ્થળ : મહેસાણા જીલ્લાના વડનગર ગામમાં થયો હતો.

→ પિતા : દામોદરદાસ મોદી

→ માતા : હીરાબેન મોદી

→ પક્ષ : ભારતીય જનતા પાર્ટી

→ તેમણે અભ્યાસમાં રાજનીતિશાસ્ત્ર માં અનુસ્નાતકની પદવી મેળવી હતી.

→ સ્વતંત્ર ભારતમાં જન્મેલા ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી


કાર્યકાળ




7ઓક્ટોબર, 2001 થી 22 ડિસેમ્બર, 2002

→ કેશુભાઈ પટેલે રાજીનામું આપતાં 7 ઓક્ટોબર, 2001 ના રોજ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.











22 ડિસેમ્બર, 2002 થી 25 ડિસેમ્બર, 2007

→ ઈ.સ 2002 ની અગિયારમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને 182 માંથી 127 બેઠકો મળતાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

→ ઈ.સ 2002માં ગુજરાત સરકરા દ્વારા મહિલા અને બાળવિકાસ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો.



25 ડિસેમ્બર, 2007 થી 26 ડિસેમ્બર, 2012

→ ઈ.સ 2007 ની બારમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને 182 માંથી 117 બેઠકો મળતાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

→ વર્ષ 2007માં તેમના દ્વારા તાપી જિલ્લાની રચના કરવામાં આવી.


26 ડિસેમ્બર, 2012 થી 22 મે, 2014

→ ઈ.સ 2007 ની તેરમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને 182 માંથી 115 બેઠકો મળતાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ચોથી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

→ વર્ષ 2013માં છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, મોરબી, બોટાદ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓની રચના કરવામાં આવી.

→ ફેબ્રુઆરી 2014માં મહિલાઓ માટે "અભયમ" મહિલા હેલ્પલાઈન નંબર "181" ની શરૂઆત કરવામાં આવી.

→ 13 સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે પક્ષના અને એનડીએના ભાવી વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામની જાહેરાત કરી.

→ ઈ.સ.2014 ની સોળમી લોકસભાની ચુંટણીમાં ભાજપને 283 બેઠકો અને એનડીએની 337 બેઠકો મળતાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા.

→ તેમણે 22 મે, 2014 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને 26 મે, 2014 ના રોજ ભારતના વડાપ્રધાન બન્યા.

→ શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી પદ રહ્યા ત્યાં સુધીમાં ગુજરાતનો વિકાસ કરી ગુજરાતને પ્રથમ હરોળમાં સ્થાન અપાવ્યું.

→ શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌથી નાની વયના તથા સૌથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેનાર એકમાત્ર મુખ્યમંત્રી બન્યા.



વડા પ્રધાન નરેંદ્ર મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રી નરેંદ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓ અને ઉત્સવો




  • આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ
  • ખેલ મહાકુંભ
  • કચ્છમાં રણોત્સવ
  • જ્યોતિગ્રામ યોજના
  • આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (AVT)
  • ઈ-ગ્રામ - વિશ્વગ્રામ યોજના
  • ચિરંજીવી યોજના
  • પંચવટી યોજના
  • તીર્થગ્રામ -પાવન ગામ
  • ગરીબ કલ્યાણ મેળા
  • કર્મયોગી અભિયાન
  • વાંચે ગુજરાત
  • સ્કોપ
  • ઘરડીવાદ યોજના
  • બેટી બચાવો અભિયાન
  • પંચામૃત યોજના
  • રોજગાર મેળા
  • સાગરખેડુ યોજના
  • સ્ટેચ્યું ઓફ યુનિટી
  • મિશન મંગલમ
  • કૃષિ મહોત્સવ
  • સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન
  • માતૃવંદના યોજના
  • મુખ્યમંત્રી (મા) યોજના
  • વાયબ્રંટ સમિટ
  • ઇન્ડસ્ટ્રીયલ કૌશલ્યવર્ધન કેન્દ્ર
  • બાળભોગ યોજના
  • નિર્મળ ગુજરાત
  • સ્વાગત ઓનલાઈન
  • નારીગૌરવ નીતિ
  • ગુણોત્સવ
  • સૌની યોજના
  • વનબંધુ કલ્યાણ યોજના
  • સુજલામ સુફલામ યોજના
  • રાષ્ટ્રીય આયુર્વેદિક સમિટ
  • કન્યા કેળવણી યોજના