→ મગજ અને ખોપડીની વચ્ચે આવેલા આવરણને મસ્તિષ્ક આવરણ કહે છે.
→ મગજ અને મસ્તિષ્ક આવરણની વચ્ચે આવેલા પ્રવાહીને મસ્તિષ્ક મેરુજળ કહે છે. જે મગજને લાગતાં યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે છે, મગજ બધી જ પ્રકિયાઓના સંકલન અને નિયંત્રણ માટેનું વડુંમથક છે.
→ પુખ્ત મનુષ્યના મગજનું વજન 1200 થી 1400 ગ્રામ જેટલું હોય છે એને તેમાં 100 અબજ જેટલા ચેતાકોષો આવેલા હોય છે.
→ મગજને સૌથી વધારે ઓક્સિજનની જરૂર પડે છે. જેનું પ્રમાણ 20% છે.
→ જન્મ સમયે મગજનું વજન 350 ગ્રામ હોય છે.
→ ચેતાતંત્ર અને જ્ઞાનતંતુઓ અને મગજનો આભયસ કરતાં વિજ્ઞાનને ન્યુરોલોજી કહે છે.
→ અલ્ઝાઇમર રોગ એ મગજ સાથે સંકળાયેલ છે.
→ મગજ મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
અગ્રમગજ (Forebrain)
મધ્યમગજ (Midbrain)
પશ્વમગજ (Hindbrain)
અગ્રમગજ
→ અગ્રમગજ બૃહદમસ્તિક, થેલેમસ અને હાયપોથેલેમસથી બનેલું છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇