Ad Code

મનુષ્યનું હ્રદય (Human Heart)

મનુષ્યનું હ્રદય (Human Heart)

મનુષ્યનું હ્રદય (Human Heart)



→ મનુષ્યનું હ્રદય ઊલટા શંકુ આકારનું અને તેનું કદ લગભગ એક મુઠ્ઠી જેટલું છે.

→ તે બંને ફેફસાંની વચ્ચે મધ્ય ગુહામાં સ્થિત છે. જે એક બેવડું આવરણ “પેરીકાર્ડિયમ” થી ઘેરાયેલું છે.



→ મનુષ્યનું હ્રદય ચાર ખંડ ધરાવે છે. તેમાં ઉપરના બે ખંડને કર્ણક કહે છે. જેમાં ડાબુ કર્ણક અને જમણું કર્ણકનો સમાવેશ થાય છે તથા નીચેના બે ખંડને ક્ષેપક કહે છે. જેમાં ડાબુ ક્ષેપક અને જમણું ક્ષેપકનો સમાવેશ થાય છે.

→ કર્ણક ક્ષેપકની સરખામણીમાં કદમાં નાના હોય છે.

→ ક્ષેપકોની દિવાલ જાડી હોય છે, જ્યારે કર્ણકોની દિવાલ પાતળી હોય છે.

→ ચારેય ખંડો પડદાઓ દ્વારા એકબીજાથી અલગ પડે છે. જેને પટલ કહે છે.

→ જન્મ સમયે હૃદયના ધબકારા ૧૪૦ પ્રતિ મિનીટ હોય છે. પુખ્ત વ્યક્તિમાં તેની સંખ્યા ૭૨ થી ૭૫ હોય છે. (સરેરાશ ૭૨ ધબકારા/મિનીટ)

→ જન્મ સમયે હ્રદયનું વજન ૨૦ ગ્રામ હોય હોય છે. પુરુષમાં હૃદયનું વજન ૩૦૦ ગ્રામ હોય છે સ્ત્રીઓમાં હ્રદયનું વજન ૨૫૦ ગ્રામ હોય છે.

→ રુધિરના વહન માટે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે. એજ રીતે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે.

→ આ વાલ્વને કારણે કર્ણકમાંથી ક્ષેપકમાં પ્રવેશેલું રુધિર કર્ણકમાં પાછું ફરી શકતું નથી. સમગ્ર હ્રદયની દિવાલ સ્નાયુમય પેશીઓની બનેલી હોય છે.

→ મનુષ્યના શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન એ રુધિર દ્વારા વહન પામે છે. મનુષ્યનું હ્રદય ચતુષ્ખંડી હોવાનાં કારણે ઓક્સિજન યુકત રુધિર કાર્બન ડાયોક્સાઈડ રુધિર સાથે મિશ્ર થતું નથી.


મનુષ્યના હ્રદયમાં રુધિરનું પરિવહન



→ હ્રદય પંપની જેમ કાર્ય કરે છે.

→ સૌપ્રથમ જ્યારે હ્રદય વિસ્તરણ પામેલું હોય ત્યારે મહશિરા દ્વારા અંગોમાંથી એકત્ર થયેલું અશુદ્ધ લોહી શિરા દ્વારા જમણા કર્ણકમાં ઠલવાય છે. તે જ સમયે ફુપ્ફુસ શિરા દ્વારા ફેફસામાંથી શુદ્ધ લોહી ડાબા કર્ણકમાં ઠલવાય છે.

→ ત્યારબાદ બંને કર્ણકો સંકોચાય છે. જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે. તે જ સમયે ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાય છે.

→ ત્યારબાદ બંને ક્ષેપકો એક સાથે સંકોચાય છે. જેથી જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર ફુપ્ફુસ ધમની દ્વારા શુદ્ધ થવા ફેફસામાં વહન પામે છે. તે જ સમયે ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ લોહી મહાધમની દ્વારા શરીરના બધા અંગોમા (ફેફસાં સિવાય)વહન પામે છે.



→ હૃદયના ધબકારા પર નિયંત્રણ માટે પોટેશિયમ જરૂરી છે.

→ ધબકારા સાંભળવાના સાધનને સ્ટેથોસ્કોપ કહે છે. જેની શોધ રે ને લિનકે કરી હતી.

→ હૃદયના ધબકારનું નિયંત્રણ લંબમજ્જા દ્વારા થાય છે તેમજ તે માટે એડ્રીનાલિન નામનો અંત:સ્તવ જવાબદાર છે.

→ હ્રદય આજીવન ધબકવાનું કારણ તેની સપાટી પર આવેલ એક કુદરતી ગાંઠ છે. જેને પેસમેકર (SA NODE) તરીકે ઓળખવામાં આવે છે.

→ હૃદયને ધબકવા માટેની ઊર્જા પેસમેકર દ્વારા મળે છે. જો પેસમેકરમાં ખામી સર્જ્ય તો કૃત્રિમ પેસમેકર મુકવામાં આવે છે.

→ સૌપ્રથમ કૃત્રિમ પેસમેકારનો પ્રયોગ અમેરિકાના ઉદ્યોગપતિ અર્લ બેકને કર્યો.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments