→ સમગ્ર વિશ્વમાં હૃદય સંબંધિત રોગો અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ હૃદય દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ WHOના સહયોગથી ‘વર્લ્ડ હાર્ટ ફેડરેશન'(World Heart Federation - WHF) દ્વારા વર્ષ 2000માં આ દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી.
→ આ દિવસનો પ્રાથમિક ઉદ્દેશ લોકોને હૃદય રોગ વિશે શિક્ષિત કરવાનો છે, જેથી તમાકુનો ઉપયોગ, બિન આરોગ્યપ્રદ આહાર અને શારીરિક નિષ્ક્રિયતા જેવા જોખમી પરિબળોને નિયંત્રિત કરીને હદય રોગથી ઓછામાં ઓછા 80 ટકા મૃત્યુ અટકાવી શકાય.
→ WHO દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડા મુજબ દર વર્ષે આશરે 17.9 મિલિયન લોકો હદય રોગને કારણે મૃત્યુ પામે છે.
→ નિકોટિન: બીડીમાં સામાન્ય સિગારેટ કરતાં ત્રણથી પાંચ ગણું વધુ નિકોટિન હોય છે.
→ ટાર અને કાર્બન મોનોક્સાઇડઃ બીડીમાં સામાન્ય સિગારેટ કરતાં વધુ ટાર અને કાર્બન મોનોક્સાઇડ હોય છે.
→ કાર્બોક્સીહેમોગ્લોબિન: બીડીના ધુમાડામાં કાર્બોક્સિહેમોગ્લોબિન (COHb) નું ઉચ્ચ સ્તર હોય છે, જે તમારા હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
→ એમોનિયા: બીડીના ધુમાડામાં એમોનિયા હોય છે, જે તમારા શ્વસન માર્ગને નુકસાન પહોંચાડી શકે છે.
→ કોરોનરી આર્ટરી ડિસીઝ: બીડી પીવાથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધી જાય છે.
→ એકયૂટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન: ધૂમ્રપાન એક્યુટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હાર્ટ એટેક)નું જોખમ વધારે છે.
→ શ્વસન માર્ગમાં ચેપ: બીડીના ધૂમ્રપાનથી શ્વાસની ગંભીર ક્ષતિ થાય છે.
→ ધૂમ્રપાનથી કેન્સર, હૃદયરોગ અને શ્વાસ સંબંધી સમસ્યાઓનું જોખમ વધે છે.
→ વિશ્વ હ્રદય સંસ્થાની સ્થાપના ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૦ના રોજ કરવામાં આવી હોવાથી તેના ભાગરૂપે વર્ષ ૨૦૧૨થી વિશ્વ હ્રદય દિવસની ઉજવણી દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે.
→ વિશ્વ હ્રદય સંસ્થા દ્વારા વર્ષ ૧૯૯૯માં વિશ્વ હ્રદય દિવસ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ઉજવાવનું નક્કી કરાયું હતું. ત્યારબાદ તેની સૌપ્રથમ ઉજવણી વર્ષ ૨૦૦૦માં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે કરવામાં આવતી હતી.
→ વિશ્વ હ્રદય સંસ્થાનું મુખ્ય મથક સ્વીત્ઝરલૅન્ડ જીનીવા ખાતે આવેલું છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇