→ જન્મ : 28 સપ્ટેમ્બર, 1907 પંજાબ,બંગા (હાલ પાકિસ્તાન)
→ અવસાન : 23 માર્ચ, 1931
→ પિતા : સરદાર કિશનસિંહ
→ માતા : વિદ્યાવતી
→ તેમના પિતા કિશનસિંહ, કાકા અજિતસિંહ, અને પિતામહ અરજણસિંહ દેશભક્તો હતા.
→ તેઓ શીખ જાટ ખેડૂત હતા.
→ તેઓ શહીદ-એ-આઝમ તરીકે ઓળખાય છે.
→ તેઓએ લાહોરની નેશનલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. કોલેજ જીવન દરમિયાનથી જ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતાં.
→ ગાંધીજીએ શરૂ કરેલ અસહકારની ચળવળ દરમિયાન ભગતસિંહે કૉલેજ છોડી.
→ તેઓ કરતારસિંહ સરાભાને પોતાના આદર્શ માનતા હતાં.
→ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બદલ કરતારસિંહ સરાભાના મૃત્યુની તેમના પર ઊંડી અસર થઇ હતી.
→ તેમણે ગાંજીની અસહકાર ચળવળ (1920-22)માં ભાગ લેવા કોલેજનો અભ્યાસ છોડયો હતો અને વિદેશી કાપડની હોળી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતાં.
→ તેઓએ ભારતીય સમાજવાદી યુવા સંગઠન, નવજવાન ભારત સભા અને કીર્તિ કિસાન સભાની સ્થાપના કરી હતી.
→ તેઓ હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન (HSRA)માં જોડાયા હતાં. આ સમયગાળા દરમિયાન તેઓ ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાખાંના સંપર્કમાં આવ્યા હતાં અને આગળ જતા આ સંગઠનના મહામંત્રી પણ બન્યા હતાં.
→ તેમણે અંગ્રેજો દ્વારા જાહેર કરાયેલા યુનિયન ડીસપ્યુટ બીલ અને પબ્લિક સેફ્ટી બીલનો વિરોધ કર્યો હતો.
→ તેઓ ક્રાંતિકારી જતિન્દ્રનાથ દાસ પાસેથી બોમ્બ બનાવતા શીખ્યા હતાં.
→ તેમણે 8 એપ્રિલ, 1929માં દિલ્હીની કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેકીને ઇન્કલાબ ઝિન્દાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો અને દુનિયા કે મજદૂર એક હો ના નારા- સાથે ક્રાંતિનો સંદેશો આપતી પત્રિકાઓ ફેકીને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધુ હતું.
→ તેઓએ An Introduction of The Dream Land, હું નાસ્તિક કેમ છું? (why I am an Atheist) અને જેલ ડાયરી નામના પુસ્તક લખ્યા હતા.
→ તેમણે કીર્તિ અને અકાલી નામના અખબારમાં લેખો લખ્યા હતાં અને અર્જુન તથા પ્રતાપ નામના સામયિકમાં કામ કર્યુ હતું.
લાહોર ષડયંત્ર
→ 30 ઑક્ટૉબર 1928ના રોજ સાયમન કમિશનના સભ્યો લાહોર આવ્યા ત્યારે લાલા લાજપતરાયના નેતૃત્વ હેઠળ નીકળેલ સરઘસ ઉપર લાઠીમાર કરવામાં આવ્યો. આ દરમિયાન લાજપતરાયને ગંભીર ઈજા થઈ. થોડા દિવસ બાદ તેઓ વીરગતિ પામ્યા. લાલાજીના અવસાન માટે જવાબદાર પોલીસ અધિકારી મિ. સ્કૉટનું ખૂન કરવાની ભગતસિંહ અને તેમના સાથીઓએ પ્રતિજ્ઞા લીધી.
→ તેમણે લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા 17 ડિસેમ્બર, 1928માં રાજગુરુ સાથે મળીને પોલીસ સુપ્રીટેન્ડેન્ટ સ્કોટને બદલે જહોન સૌન્ડર્સની ગોળી મારી હત્યા કરી હતી.
→ આ 'લાહોર ષડયંત્ર' હત્યા કેસમાં સુખદેવ થાપર, શિવરામ રાજગુરુ અને ભગતસિંહ ત્રણેય મિત્રોને 23 માર્ચ, 1931ના રોજ લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ કારણસર 23 માર્ચ એ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
→ લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતા પહેલાં તેમણે ‘ઇન્કિલાબ જિંદાબાદ’ની વીરગર્જના કરી.
→ ભગતસિંહને ફાંસીની સજા આપનાર ન્યાયાધીશનું નામ જી.સી. હિલટન હતું.
→ ભારત સરકારે વર્ષ 2007માં તેમની 100મી જન્મજયંતી નિમિત્તે 5 રૂપિયાના સિક્કા બહાર પાડયા હતાં.
→ તેમના સન્માનમાં ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ કરવામાં આવ્યું છે.
→
ભગતસિંહના વિચારો
→ ક્રાંતિકારી વિયારોમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યકિતની ફરજ કે તેઓ સમાજવાદી પદ્ધતિ અનુસાર પોતાના સમાજની નવરચના કરે, કોઇ એક વ્યકિત દ્વારા થતું બીજી વ્યકિતનું શોષણ કે કોઇ પ્રજા દ્વારા થતા બીજી પ્રજાના શોષણનો અંત લાવવો ખૂબ જ જરૂરી છે. કેન્દ્રીય - વિધાનસભા બોમ્બ પ્રકરણમાં અદાલતના નિવેદનમાં ક્રાંતિનું અર્થઘટન ક્રાંતિનો અર્થ વ્યકિત સામે સંઘર્ષ કરવાનો કે તેની સામે બદલો નથી. તે બોમ્બ કે પિસ્તોલની નીતિ પણ નથી. પરંતુ ક્રાંતિનો ખરો અર્થ અન્યાય પર રચાયેલ ON હાલની સમાજવ્યવસ્થામાં બદલાવ લાવવાનો છે.
→ કેન્દ્રીય વિધાનસભા બોમ્બ પ્રકરણમાં અદાલતને જૂથ કોમવાદી વિચારો ફેલાવે તેની સાથે નૌજવાન ભારતસભાને કોઇ સંબંધ નથી.
0 Comments