Ad Code

Responsive Advertisement

ગુજરાત વિદ્યાસભા | ગુજરાત વર્નાકયુલર સોસાયટી | Gujarat Vidya Sabha | Gujarat Vernacular Society

ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાત વર્નાકયુલર સોસાયટી

કવિ ફાર્બસ અને દલપતરામ ની સહાયતાથી 26 ડિસેમ્બર, 1848ના રોજ ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી.

→ સોસાયટીનો ઉદ્દેશ આ પ્રમાણે હતો : ગુજરાતી ભાષા-સાહિત્યનો ઉત્કર્ષ કરવો, ઉપયોગી જ્ઞાનનો પ્રચાર કરવો અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી.

→ ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે કાર્ય કરતી આ સૌથી જૂની સંસ્થા છે.

4 એપ્રિલ, 1849ના રોજ આ સંસ્થા દ્વારા 'વરતમાન' નામનું સાપ્તાહિક શરૂ થયું હતું.

→ સોસાયટીએ 1849માં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્થાપના પણ કરી. આ નેટિવ લાઇબ્રેરી 1857માં હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં ફેરવાઈ ગઈ. એ પુસ્તકાલયનું મકાન બાંધવામાં નગરશેઠ હિમાભાઈએ મોટી રકમનું દાન આપ્યું હતું.

→ ‘બુદ્ધિપ્રકાશ’ નામના એક મંડળે 15 મે, 1850ના રોજ 'બુદ્ધિપ્રકાશ'નામનું ચોપાનિયું પ્રગટ કર્યું.

→ બુદ્ધિપ્રકાશ દર બુધવારે પ્રકાશિત થતું હોવાથી તેને બુધવારિયા નામે ઓળખવામાં આવતું હતું.

→ 1984થી આ સંસ્થા તરફથી ‘સામીપ્ય’ નામનું સંશોધન ત્રિમાસિક પ્રગટ થાય છે.

→ આ સંસ્થાએ ભો. જે. વિદ્યાભવન (ભોગીલાલ જેસંગદાસ વિદ્યાભવન), એચ. કે. કોલેજ, ગુજરાતની પ્રથમ કન્યા શાળા વગેરે જેવી સંસ્થાઓ સ્થાપવામાં મદદ કરી હતી.

→ ફૉર્બ્સે સ્થાપેલી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ 1946થી ‘ગુજરાત વિદ્યાસભા’ નામથી ઓળખાતી રહી છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments