ગુજરાતનાં ખેડૂતો માટે 24 ઓક્ટોબર, 2020 ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ નવી દિલ્હી ખાતેથી ગુજરાત સરકારની "કિસાન સૂર્યોદય યોજના" નો વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોને સિંચાઇ માટે રાત્રિના સમયને બદલે હવે દિવસના સમય દરમિયાન જ વીજળી ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત સરકાર ધ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ ખેડૂતોને હવે સરવારના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીમા વીજ પુરવઠો ઉરો પાડવામાં આવશે.
ગુજરાતમાં આ યોજનાનો પ્રારંભ જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ એમ ત્રણ જિલ્લાના 1055 ગામોમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે 2023 સુધીમાં આ યોજના હેઠળ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રૂપિયા 3500 કરોડનું બજેટ ફાળવ્યું છે.
0 Comments