Victor Hugo (વિક્ટર હ્યુગો)
વિક્ટર હ્યુગો
વિક્ટર હ્યુગો
→ જન્મ : 26 ફેબ્રુઆરી 1802, (ફ્રાંસ, બેસનકોન)
→ અવસાન : 22 મે 1885, (પેરિસ)
→ વિશ્વ પ્રસિદ્ધ લા મિઝરેબલ નવલકથાના સર્જક અને ફ્રાંસના સર્વશ્રેષ્ઠ લેખકોમાંના એક વિકટર હ્યુગો
→ તેમણે નવલકથા, કવિતા, નાટક, કટાક્ષિકાઓ અને પ્રવાસવર્ણન જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું હતું.
→ વિકટર હ્યુગોના ભાષણો સામાજિક અન્યાય, મૃત્યુદંડનો વિરોધ અને ગુલામી પ્રથાનો વિરોધ જોવા મળે છે.
→ તેમણે સ્વપ્રયત્નથી પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરી આશરે 500 પંક્તિનું પ્રથમ કાવ્ય Le Delugeની રચના કરી હતી.
→ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ Odes Et Ballades છે.
→ તેમના Odes Et Poesies Diverses નામના કાવ્યસંગ્રહથી ફ્રાંસમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
→ તેમની નવલકથાઓમાં લા મિઝરેબલ (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નવલકથા), હાં દિસ લાંદ (પ્રથમ નવલકથા), બુગ જારગાલ (લઘુ નવલકથા), લ દર્તિએ ઝુરદં કોંદાને (સામાજિક નવલકથા), નોત્ર દામ પારિ (ઐતિહાસિક નવલકથા), કાત્રવેં સેઝ (અંતિમ નવલકથા) વગેરેનો સમાવેશ થાય છે.
→ તેમના નાટકોમાં ક્રોમવેલ (પ્રથમ નાટક), મારીઓ દ લોર્મ, મારીતુદોર, આંઝેલો, રુઈબ્લા વગેરેનો સમાવેશ થાય છે.
0 Comments