Ad Code

સ્ટીવ જોબ્સ | Steve Jobs

સ્ટીવ જોબ્સ
સ્ટીવ જોબ્સ

→ જન્મ : 24 ફેબ્રુઆરી, 1955 (સાન ફ્રાન્સિસકો, અમેરિકા)

→ પૂરું નામ : સ્ટીવન પોલ જોબ્સ

→ અવસાન : 5 ઓકટોબર, 2011 (કેલિફોર્નિયા, અમેરિકા)

→ અમેરિકી ટેકનોક્રેટ અને એપલના સહસ્થાપક



→ તેમની માતા જોઆને શિબલે અને પિતા અબ્દુલફતાહ જાંદલી હતા પરંતુ તેમને પોલ અને કલેરા જોબ્સએ દત્તક લીધા હતા.

→ તેઓ સિલિકોન વેલી વિસ્તારમાં આવેલ સેમી કંડકટર કંપનીની તેમના જીવન પર ઊંડી અસર થઇ હતી.

→ વર્ષ 1972માં કોલેજમાં પ્રવેશ લીધા પછી તેમણે તુરંત જ અભ્યાસ છોડી દીધો હતો.

→ તેઓ નિયમિતપણે હોમબ્રુ કોમ્પ્યુટર ક્લબ તરીકે ઓળખાતા કોમ્પ્યુટર શોખીનોના જૂથની મિટિંગમાં હાજરી આપતા હતા, જ્યાં તેઓ પોતાના પર્સનલ કોમ્પ્યુટર અથવા લેખન સોફ્ટવેરના નિર્માણ માટે એકત્ર થતા હતા.

→ વર્ષ 1974માં તેઓ મનની શાંતિ અને અધ્યાત્મની ખોજ માટે ભારતમાં આવ્યા હતાં.

→ વર્ષ 1975માં અલ્ટેયર 8800 પર્સનલ કમ્યુટર કિટ માર્કેટમાં રજૂ થઇ જેણે તેમના ક્લબને લોકપ્રિય બનાવી હતી.


એપલ કંપની

→ વર્ષ 1976માં તેમણે સ્ટીવ વોઝનિયાક સાથે મળી એપલ કોમ્પ્યુટર કંપનીની સ્થાપના કરી હતી.

→ હાલમાં એપલ કંપની મોબાઈલ, લેપટોપ, ટેબલેટ, બ્લુટુથ, સ્પીકર વગેરે જેવી ઈલેકટ્રોનિક પ્રોડકટનું ઉત્પાદન કરે છે.

→ વર્ષ 1986માં તેમણે ગ્રાફિક્સ ગ્રૂપની સ્થાપના કરી, જે પિકસરના નામે ઓળખાયું. જે ફિલ્મ બનાવવા ક્ષેત્રે અગ્રણી કંપની બની. જેને ટુંકી ફિલ્મ ધ ટીન માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

→ તેમણે એપલ કંપનીને ખૂબ સફળતા અપાવી. તેમના નામે 300 પેટન્ટ રજીસ્ટર્ડ છે.

→ વોલ્ટર આઇઝેકસન નામના વ્યક્તિએ તેમનું આત્મચરિત્ર સ્ટીવ જોબ્સ નામે લખ્યું છે.

→ 5 ઓકટોબર, 2011ના રોજ સ્વાદુપિંડનાં કેન્સરનાં કારણે ૧ ન તેમનું નિધન થયું હતું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments