આનંદશંકર ધ્રુવ | Anandshankar Dhruv
આનંદશંકર ધ્રુવ
આનંદશંકર ધ્રુવ
→ જન્મ : 25 ફેબ્રુઆરી, 1869 (અમદાવાદ)
→ માતા : મણીબા
→ પિતા : બાપુભાઈ
→ ઉપનામ : મુમુક્ષુ, હિંદ-હિતચિંતક
→ બિરુદ : મધુદર્શી સમન્વયકાર, સમર્થ ધર્મચિંતક, પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
→ અવસાન : 7 એપ્રિલ, 1942
→ શિક્ષણપ્રેમી અને તત્વચિંતક એવા આચાર્ય આનંદશંકર ધ્રુવ
→ આનંદશંકર ધ્રુવ સફેદ રૂની પૂણી જેવો ડગલો અને ધોતી, માથે નાગર પાઘડીને કપાળે કંકુનો ચાંદલો, જ્ઞાનના તેજથી ચમકતી આંખો તેમની વ્યક્તિગત ઓળખ હતી.
→ તેઓ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત અને શિક્ષણશાસ્ત્રી હતાં. આ ઉપરાંત તેઓ સંસ્કૃતિપ્રેમી, સ્વદેશવત્સલ ધર્મચિંતક પણ હતા.
→ તેમણે વર્ષ 1893માં અમદાવાદની ગુજરાત કોલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી હતી.
→ વર્ષ 1936માં તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના ઉપકુલપતિ પદે રહ્યા હતાં તેમજ BHUએ તેમને ડી. લીટ. (ડૉ. ઓફ લિટરેચર)ની પદવી આપી હતી.
→ તેમણે 'મુમુક્ષુ' અને 'હિંદ-હિતચિંતક' ઉપનામોથી સાહિત્યનું સર્જન કર્યું છે.
→ તેમના સાહિત્ય સર્જનમાં આપણો ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી, નીતિ શિક્ષણ, કાવ્યતત્વ વિચાર, વ્યવહાર અને પરમાર્થ (નિબંધ), વિચાર માધુરી, ઈશ્વર સર્વવ્યાપી (ચિંતનાત્મક નિબંધ) વગેરેનો સમાવેશ થાય છે.
→ તેઓએ વર્ષ 1902માં 'વસંતપત્ર' નામના સામાયિકની શરૂઆત કરી હતી તેમજ 'સુદર્શન' માસિકનું તંત્રી પદ પણ સંભાળ્યું હતું.
→ વર્ષ 1928 - 9મી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે
→ વર્ષ 1928 - ઇન્ડિયન ફિલૉસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખપદે
→ વર્ષ 1930 - આંતર યુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ
→ વર્ષ 1936 - સર્વધર્મ પરિષદના પ્રમુખ
સાહિત્ય-સર્જન
→ આપણો ધર્મ, હિંદુધર્મની બાળપોથી, નીતિ શિક્ષણ, કાવ્યતત્વ વિચાર, વ્યવહાર અને પરમાર્થ (નિબંધ), વિચાર માધુરી, સાહિત્યવિચાર
0 Comments