→ ઉપનામ : 'મિલ્ક મેન ઓફ ઇન્ડિયા' અને 'ફાધર ઓફ વ્હાઈટ રિવોલ્યુશન'
→ ભારતીય શ્વેતક્રાંતિનાં પિતા તરીકે જાણીતા ડો. વર્ગીસ કુરિયનનો જન્મ મદ્રાસ પ્રેસિડેન્સી (વર્તમાન ના કોઝીકોડ શહેર)માં થયો હતો.
→ તેમણે શરૂ કરેલ વિશ્વના સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ‘ઓપરેશન ફલડ'ને કારણે ભારત વર્ષ 1998માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો.
પુરસ્કાર
→ તેમને કમ્યુનિટી લીડરશીપ દ્વારા 'મેગ્સેસે એવોર્ડ' (1963)
→ ‘વિશ્વગુર્જરી એવોર્ડ' (1980)
→ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 'થ્રાંતિ પુમ્હાર' (1989)
→ 'વર્લ્ડ ફૂડ પ્રાઈઝ' (1989) જેવા આંતરરાષ્ટીય એવાર્ડ
→ ભારત સરકારના સર્વોચ્ચ ‘પદ્મશ્રી' (1965), 'પદ્મભૂષણ' (1966) અને પદ્મવિભૂષણ' (1999) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
→ આ ઉપરાંત તેમને મિશિગન યુનિવર્સિટી (અમેરિકા) દ્વારા નામાંકિત ભૂતપૂર્વ વિધાર્થી એવોર્ડ તેમજ વર્લ્ડ ડેરી એકસ્પો દ્વારા ઇન્ટરનેશનલ પર્સન ઓફ યર એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
→ તેઓ એશિયા અને ભારતની સૌથી મોટી 'AMUL'(Ananad Milk Union Limited) મિલ્ક કંપનીના સંસ્થાપક સભ્ય હતાં.
→ તેમણે ‘ઈન્ડિયન ડેરી કોર્પોરેશન', ‘ઇન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ'(આણંદ) અને ‘ત્રિભુવનદાસ ફાઉન્ડેશન' (આણંદ)ના ચેરમેન પદે સેવાઓ આપી છે.
→ તેમણે 'I too had a Dream' નામથી પોતાની આત્મકથા લખી હતી.
→ ભારત સરકાર દ્વારા 26 નવેમ્બરને વર્ષ 2014થી ‘રાષ્ટ્રીય દૂધ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જયારે 1 જૂનને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ દૂધ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
→ તેમની 101મી જન્મજયંતી ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુ પાલન અને ડેરી મંત્રાલય દ્વારા બેંગ્લુરુ ખાતે ઉજવવામાં આવી હતી. આ નિમિત્તે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તથા એનિમલ વોરન્ટિન સર્ટિફિકેટ સર્વિસ(ACQs)નું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. હતું. જેથી જેથી જરૂરિયાતના સમયે પશુધન ઉત્પાદનો અને પશુધન આયા માટે ઓનલાઈન ક્લિયરન્સ મેળવી શકાય.
0 Comments