Ad Code

ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર | Indira Gandhi Peace Award

ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર
ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર

→ પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની યાદમાં ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 1986માં શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઈન્દિરા ગાંધી એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.

→ આ એવોર્ડ વિજેતા વ્યક્તિ કે સંસ્થાને પ્રશસ્તિ પત્રની સાથે ३.25 લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે.

→ આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને આપવામાં આવે છે જેઓ આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિકાસ સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે.

→ તે સુનિશ્ચિત કરે છે કે વૈજ્ઞાનિક શોધનો ઉપયોગ સ્વતંત્રતા અને બહેતર માનવતાના ક્ષેત્રને આગળ વધારવા અને નવી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા બનાવવા માટે કરવામાં આવે.

પુરસ્કાર: વર્ષ 2023

→ તાજેતરમાં વર્ષ 2023 માટે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ‘ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર' સંયુક્ત રીતે ડેનિયલ બેરેનબોઈમ અને અલી અબ અવવાદને એનાયત કરવામાં આવ્યો છે.

→ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષના અહિંસક ઉકેલ માટે ઈઝરાયેલ અને આરબ દેશોના યુવાનો અને લોકોને એકસાથે લાવવાના તેમના પ્રયાસો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

→ બેરેનબોઈમ એક પ્રખ્યાત આર્જેન્ટિનામાં જન્મેલા શાસ્ત્રીય પિયોનોવાદક છે અને અલી અબુ અવવાદ મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે કામ કરતા પ્રખ્યાત પેલેસ્ટિયન શાંતિ કાર્યકર્તા છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments