→ સત્તાના વિકેન્દ્રીકરણ અને પંચાયતી સંસ્થાના હિમાયતી
→ વર્ષ 1906માં ગુજરાત કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી
→ તેમણે વર્ષ 1912માં પ્રથમ ક્રમે વકીલાતની પદવી મેળવી
→ વર્ષ 1913માં વ્યવસાયથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
→ તેઓ વર્ષ 1913માં ગુજરાત એજયુકેશન સોસાયટીના સચિવ અને વર્ષ 1916માં ગુજરાત સભાના સચિવ તરીકે નિયુકત થયા હતાં.
→ તેમણે અસહકાર આંદોલનમાં ભાગ લઈ રાજનીતિક જીવનની શરૂઆત કરી હતી.
→ વર્ષ 1919થી 1937 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે ખંતપૂર્વક કામ કર્યું હતું.
→ તેઓ વર્ષ 1937 થી 1946 સુધી બોમ્બે વિધાનસભાના અધ્યક્ષ રહ્યાં.
→ 1946માં કેન્દ્રીય ધારાસભામાં પણ ચૂંટાયા હતાં.
→ વર્ષ 1952માં સંસદના નીચલાગૃહ લોકસભાના પ્રથમ અધ્યક્ષ (વર્ષ 1952 થી 1956)તરીકે ચુંટાઇ આવ્યા હતાં.
→ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા તેમને લોકસભાના પિતાના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ આ ઉપરાંત અમદાવાદ અજ્યુકેશન સોસાયટી અને ગુજરાત યુનિવર્સિટી જેવી રાષ્ટ્રીય શૈક્ષણિક સ્થાપનામાં મહત્વનું યોગદાન રહ્યું છે.
→ તેમણે તેમના જેલવાસ દરમિયાન ગુજરાતી ભાષામાં લખેલ પુસ્તક માનવતાના ઝરણા ખૂબ લોકપ્રિય થયું હતું. જે જેલના કેદીઓની વાસ્તવિક પરિસ્થિતિઓને જ દર્શાવે છે તેમજ તેમનું સંસ્મરણ પુસ્તક ગાંધીજી સાથેના વૃતાંતો પર આધારિત છે.
0 Comments