→ ઠોઠ નિશાળિયો ઉપનામથી જાણીતા હાસ્યલેખક, નિબંધકાર, કવિ તેમજ કટારલેખક
→ તેમણે રંગ મંડળ નાટયસંસ્થાના નેજા હેઠળ અભિનય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું.
→ દૂરદર્શન પર આવતી ગપસપ શ્રેણીથી ખૂબ જ લોકપ્રિય બનેલા બકુલ ત્રિપાઠીએ લીલા નામે ત્રિઅંકી નાટક લખ્યું છે, જેમાં ગુજરાતની લોકનાટ્યશૈલીના વિનિયોગથી તેમને અનેક વેશો રચવાની પ્રેરણા મળી હતી.
→ તેઓ વર્ષ 1983થી ગુજરાત સમાચારની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના પરામર્શક તંત્રી પદે રહ્યા હતાં.
→ તેમણે દ્રોણાયાર્યનું સિંહાસન હાસ્યનિબંધમાં શિક્ષણગતમાં એમના અનુભવો મૃદુ હાસ્યથી તીવ્ર કટાક્ષ દ્વારા નિબંધિકાઓના સ્વરૂપમાં મુક્યા છે.
→ વૈકુંઠ નથી જાવું નામના એમના લલિતનિબંધોના સંગ્રહમાં અંગતતા અને હળવાશનું વિશિષ્ટ સંવેદન રચાયું છે.
→ ગોવિન્દે માંડી ગોઠડી નામના હાસ્યનિબંધમાં અનુભવપુષ્ટ અને સમભાવયુકત હળવા હાસ્યનો સંવાદિતા અને પ્રફુલ્લિતતાનો સૂર પ્રવેશેલો છે.
→ ગુજરાત સમાચારમાં વર્ષ 1963માં શરૂ થયેલી તેમની કોલમ કક્કો અને બારખડીએ 43 વર્ષ સુધી એક જ અખબારમાં સૌથી વધારે લાંબી ચાલેલી કોલમનો રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યો છે.
→ તેમને કુમાર સુવર્ણચંદ્રક (1951), જયોતીન્દ્ર દવે પારિતોષિક (1992) તથા રણજિતરામ સુવર્ણચંદ્રક (1988)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ લેખકની વર્તમાન પ્રસંગો પરત્વેની પ્રતિક્રિયા અને સામાજિક સભાનતા ધરાવતા પુસ્તક સચરાચરને ગુજરાત સરકાર તરફથી ઉત્તમ હાસ્યપુસ્તકનો પુરસ્કાર અને હિંડોળો ઝાકમઝોળ પુસ્તકને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
બકુલ ત્રિપાઠી : સાહિત્ય સર્જન
→ હાસ્યનિબંધ : સચરાચર, બકુલ ત્રિપાઠીનું તેરમું, હોળી, હિંડોળો ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, ગોવિંદે માંડી ગોઠડી, મિત્રોના ચિત્રો, હૈયું ખોલીને હસીએ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, ભજીયા-શિખંડ-પૂરી-પાતરાં, લગ્ન મંગલ-હાસ્ય મંગલ, ફાફડા- જલેબી-ચટણી, દ્રોણાચાર્યનું સિંહાસન, બાપુજીની બકરીની બકરીના બકરાનો બકરો, ક્રિકેટના કામણ, સોમવારની સવારે, નવા વર્ષના સંકલ્પો તથા છાલ, છોતરાં અને ગોટલાં
→ લલિત નિબંધ : વૈકુંઠ નથી જાવું, મન સાથે મૈત્રી, અષાઢની સાંજે પ્રિય સખી અને ભજીયા
→ પ્રવાસ: ઇન્ડિયા અમેરિકા હસતાં હસતાં
→ નાટક : લીલા, પરણું તો એને જ પરણું, ગણપત ગુર્જરી, રાણીને ગમ્યો તે રાજા
0 Comments