→ દર વર્ષે 28 નવેમ્બરના રોજ લાલ ગ્રહ દિવસ (Red Planet Day) ઉજવવામાં આવે છે.
→ મંગળ ગ્રહ પર આર્યન ઓક્સાઇડ વધુ હોવાથી તેને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.
→ ઉદ્દેશ્ય : આપણા પડોશી ગ્રહ મંગળ વિશે વધુ જાણકારી મેળવવાનો અને તેના સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
→ અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિટ્રેશન (NASA) દ્વારા વર્ષ 1964માં 28 નવેમ્બરના રોજ મંગળ ગ્રહ પર સૌપ્રથમ અવકાશયાન મરીનર 4 નું પ્રક્ષેપણ કરવામા આવ્યું હતું. તેની યાદમાં 28 નવેમ્બરને લાલ ગ્રહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ આ સ્પેસક્રાફ્ટે લગભગ આઠ મહિના સુધી ત્યાં પરિવહન કર્યા બાદ 14 જૂલાઇ, 1956નાં રોજ મંગળ ગ્રહનું ફલાય-બાય કર્યુ હતું.
મંગળ ગ્રહ વિશે
→ મંગળ એ લાલ રંગનો સુંદર ગ્રહ છે.
→ મંગળ પર આછું વાતાવરણ છે.
→ મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી પડે છે.
→ તેને બે ઉપગ્રહો છે ફોબોસ અને ડિમોસ (સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ)
→ સૌથી વધુ જવાળામુખી મંગળ ગ્રહ પર આવેલા છે.
→ સૌરમંડળનો સૌથી મોટો જવાળામુખી ઓલિમ્પસ મોન્સ (Olympus Mons) મંગળ પર સ્થિત છે.
→ મંગળને યુદ્ધનો દેવતા પણ કહેવામાં આવે છે તેમજ તેના દિવસોને સોલ્સ કહેવામાં આવે છે.
→ મંગળ ગ્રહ પર વર્ષ 2013માં ISRO દ્વારા MOM (Mars Orbiter Mission) દ્વારા યાન મોકલવામાં આવ્યું. ભારત આ મિશન મોકલી વિશ્વનો ચોથો દેશ બન્યો.
→ આ પહેલા અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયન (EU)એ મંગળ પર અવકાશયાનો મોકલ્યા હતા.
→ પ્રથમ પ્રયાસે મંગળ ગ્રહ પર અવકાશયાન મોકલવામાં સફળતા પ્રાપ્ત કરનાર વિશ્વનો પ્રથમ દેશ ભારત છે.
→ મંગળયાન - 2 ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે જેને માર્સ ઓર્બિટલ મિશન- 2 પણ કહે છે. જેને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા વર્ષ 2024ની સમય મર્યાદામાં મંગળ ગ્રહ માટે લોન્ય કરવાની યોજના બનાવી છે.
0 Comments