Ad Code

કરશનદાસ માણેક | Karsandas Manek

કરશનદાસ માણેક
કરશનદાસ માણેક

→ જન્મ : 28 નવેમ્બર, 1901 (પાકિસ્તાન, કરાંચી)

→ અવસાન : 18 જાન્યુઆરી, 1978 (વડોદરા)

→ પૂરું નામ : કરસનદાસ નરસિંહ માણેક

→ મૂળ વતન : હડિયાણા, જામનગર

→ ઉપનામ : વૈશંપાયન, પદ્મ અને વ્યાસ

→ જાણીતા વાર્તાકાર અને નિબંધકાર


→ તેઓ માર્મિક કાવ્યના સર્જક અને મસ્તરંગી પ્રકૃતિના કવિ તરીકે ઓળખાય છે.

→ તેમણે વર્ષ 1924માં રવીન્દ્રનાથ ટાગોરના નાટક મુક્તધારા ના ગુજરાતી અનુવાદથી લેખન કાર્યની શરૂઆત કરી. ત્યારબાદ ટાગોરના અન્ય બે પુસ્તક મુકુટ અને શરદોત્સવનો પણ અનુવાદ કર્યો હતો.

→ તેઓ ડેઈલી મિરર નામનું અંગ્રેજી છાપું ચલાવતાં હતાં. તેઓ વર્ષ 1939માં મુંબઇ આવી જન્મભૂમિના તંત્રી વિભાગમાં જોડાયા. ત્યારબાદ વર્ષ 1948માં જન્મભૂમિ ટ્રસ્ટના નૂતન ગુજરાતનાં તંત્રી બન્યા હતાં.

→ આ ઉપરાંત તેમણે વર્ષ 1951માં સારથિ સાપ્તાહિક અને નચિકેતા માસિક શરૂ કર્યુ હતું. તેમની પધકૃતિ કલ્યાણયાત્રી એ ગાંધીજી ઉપર લખાયેલ રચના છે.


સાહિત્ય સર્જન

→ કાવ્યસંગ્રહ : મધ્યાહ, વૈશંપાયનની વાણી (ભાગ-1 અને 2), પ્રેમધનુષ્ય, મહોબતને માંડવે, રામ તારો દીવડો

→ વાર્તાસંગ્રહઃ અમર અજવાળાં, માલિની, દિવ્યવાર્તાઓ, તરણાં ઓથે

→ નોંધપાત્ર કાવ્ય : લાક્ષાગૃહ, કલ્યાણયાત્રી (ગાંધીજી પર), જયોતિધામ, ખાખના પોપણા (ખંડ કાવ્ય)



પંક્તિઓ

→ મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

→ છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે

→ દેવડીએ દંડાય છે ચોર મૂઠ્ઠી જારના,
લાખ ખાંડી લૂંટનારની મહેફિલ મંડાય છે

→ જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments