→ દર વર્ષે 29 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય જેગુઆર દિવસ (International Jaguar Day) ઉજવવામાં આવે છે.
→ ઉદ્દેશ્ય : જેગુઆરના સંરક્ષણ અને સંવર્ધન કરવાનો તેમજ જેગુઆર 2030 ફોરમના લક્ષ્યાંકો હાંસલ કરવાનો છે.
→ માર્ચ, 2018માં જેગુઆર 2030 ફોરમ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્ય મથક ન્યુયોર્ક ખાતે 14 અમેરિકન દેશો દ્વારા આયોજિત અધિવેશનમાં 29 નવેમ્બરનાં રોજ આંતરરાષ્ટ્રીય જેગુઆર દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આમ, આ દિવસ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી (WCS) દ્રારા અમેરિકા સહિતના દેશોમાં ઉજવવામાં આવે છે.
જેગુઆર
→ તેનું વૈજ્ઞાનિક નામ Panthera Ocna છે.
→ જેગુઆર મોટા ભાગે અમેરિકન દેશો, મેકસિકો, બ્રાઝિલ તેમજ એમેઝોનના જંગલમાં જોવા મળે છે.
→ તેની ઉંચાઇ લગભગ 6.1 ફૂટ અને વજન લગભગ 160 કિગ્રાની આસપાસ હોય છે.
→ IUCN દ્વારા જેગઆરો રેડલિસ્ટમાં મૂકવામાં આવેલ છે.
દીપડો (Leopard)
→ તેનું વૈજ્ઞાનિક નામ Panthera Pardus છે.
→ તેના સોનેરી શરીર પર કાળા રંગના ટપકાં હોય છે.
→ તે નિશાચર પ્રાણી છે અને રાત્રે જ શિકાર કરે છે તેમજ તેનો ગર્ભકાળ ત્રણ મહિના હોય છે.
→ 3 મે : આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ
→ તેનો IUCNની યાદીમાં વલ્નેરેબલ(VU), CITIES ની યાદીમાં એપેન્ડીક્ષ-1માં તેમજ વાઈલ્ડલાઈફ પ્રોટેકશન એકટના શિડયુલ-1માં સમાવેશ થાય છે.
ચિત્તો (Cheetah)
→ તેનું વૈજ્ઞાનિક નામ Acinonyx jubatus છે.
→ ચિત્તો બિલાડી કૂળનું પ્રાણી છે.
→ તે વિશ્વનું સૌથી વધારે ઝડપથી દોડતું સસ્તન વર્ગનું પ્રાણી છે.
→ તેની મહત્તમ ઝડપ 120 કિ.મી /કલાક સુધી હોય છે.પરંતુ આ મહત્તમ ઝડપને તે મહત્તમ 1 મિનિટ સુધી જ જાળવી શકે છે.
0 Comments