→ તેમના પૂર્વજો પેશ્વાઓને ફૂલ અને ફૂલમાળાઓ મોકલતા તેથી તેઓ ફૂલે કહેવાયા.
→ વર્ષ 1848માં તેમની પત્ની સાવિત્રીબાઈ સાથે મળીને પૂણેમાં છોકરીઓ માટે વિધાલય શરૂ કરી. જે સમગ્ર ભારતની કન્યા માટે શરૂ કરાયેલી સૌપ્રથમ પ્રાથમિક શિક્ષણ વિધાલય હતી.
→ તેમણે તમામ વર્ગોમાં સ્ત્રી - પુરુષ સમાનતાનો પ્રચાર કર્યો હતો.
→ ફૂલએ મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ વિધવા પુનર્વિવાહ આંદોલન શરૂ કર્યું.
→ તેમણે વિધવાઓને સંરક્ષણ અને આશ્રય પૂરા પાડયાં તથા આશ્રય સ્થાનોનું નિર્માણ કર્યું હતું.
સત્યશોધક સમાજની સ્થાપના
→ તેમણે વર્ષ 1873માં સત્યશોધક સમાજની શરૂઆત કરી હતી.
→ આ સંસ્થાનો ઉદેશ્ય સ્ત્રીઓ અને નિમ્ન જાતિના લોકો વચ્ચે શિક્ષણનો પ્રચાર કરી તર્કસંગત વિચારધારાનો વધારો કરવાનો અને સમાજમાં જાતિ પ્રથાને નાબૂદ કરવી તથા સામાજિક- આર્થિક સમાનતા સ્થાપવાનો છે.
→ તેમણે ગુલામગીરી (દાસતા), ધર્મ તૃતીય રત્ન, ઈશારા (ખેડૂતોની આર્થિક સમસ્યા સંબધિત વિચારો), ખેડૂતોના આંસુ (ખેડૂતોની સમસ્યાના સમાધાન સંબંધિત) અને શિવાજી કી જીવની નામના પુસ્તકો લખ્યા હતા.
→ તેમણે દીનબંધુ નામક મરાઠી પત્રિકાનું પ્રકાશન કર્યું હતું.
→ તેમણે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે સેવા આપી હતી.
→ ડો. આંબેડકર અને મહર્ષિ કર્વે તેમને ગુરુ સમાન માનતા હતાં.
→ તેઓ પહેલાં વ્યક્તિ હતા જેમણે ખેડૂત વર્ગને ભારતીય રાજનીતિમાં સ્થાન અપાવ્યું.
→ ભારત સરકાર દ્વારા તેમના સન્માનમાં વર્ષ 1977માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
0 Comments