Ad Code

ઇન્દુમતિબેન શેઠ |Indumatiben Sheth

ઇન્દુમતિબેન શેઠ
ઇન્દુમતિબેન શેઠ

→ જન્મ : 28 નવેમ્બર, 1906 (અમદાવાદ)

→ અવસાન : 11 માર્ચ, 1985 (અમદાવાદ)

→ પૂરું નામ : ઇન્દુમતિબેન ચીમનલાલ શેઠ

→ ગુજરાત રાજયના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી ઇન્દુમતિબેન શેઠ



સ્વતંત્ર સંગ્રામમાં યોગદાન

→ તેમણે વર્ષ 1920માં અસહકાર આંદોલન અને વર્ષ 1942માં હિંદ છોડો આંદોલન દરમિયાન સક્રિય ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો.

→ તેમણે વર્ષ 1942ના કોમી રમખાણોમાં ટોળા વચ્ચે જઇ શાંતિ સ્થાપવાનું અભૂતપૂર્વક કાર્ય કર્યુ હતું.

→ તેઓ વર્ષ 1946માં મુંબઈ ધારાસભામાં બિનહરીફ ચૂંટાયા હતાં.

→ તેમણે અવિભાજિત મુંબઇ રાજયના નાયબ શિક્ષણમંત્રી તરીકે સેવા આપી હતી.


મહિલા વિકાસ ક્ષેત્રે યોગદાન

→ તેમણે ગાંધીજીની સલાહ મુજબ ગ્રામોધોગ, મજૂર સંગઠન અને મહિલા સશક્તિકરણ ચળવળ સહિતની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.

→ તેમણે આ ક્ષેત્રોના કાર્યને એકીકૃત કરવા અમદાવાદમાં ખાદીમંદિર અને બહેનોના ઉત્કર્ષ માટે વિવિધ પ્રકારની વ્યવસાયી તાલીમ આપતા સમુન્નતિ ટ્રસ્ટની સ્થાપના કરી હતી.

→ આ ઉપરાંત તેમણે સ્ત્રીઓના ઉત્થાન માટે તથા સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવા અને રોજગારી આપવા મહિલા મુદ્રણાલય પણ શરૂ કર્યું હતું.



→ તેમણે અમદાવાદની શાળામાંથી શિક્ષણ મેળવ્યું હતું 1921માં મેટ્રિક પરીક્ષામાં સમગ્ર મુંબઇમાં પ્રથમ ક્રમે આવતા ચેટફિલ્ડ પ્રાઇસ પ્રાપ્ત કર્યો હતો.

→ તેમણે અમદાવાદની પ્રતિષ્ઠિત શેઠ સી. એન. વિધાલયમાં શિક્ષક તરીકે સેવા આપી હતી. ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ બોર્ડના સભ્ય રહ્યા હતા.

→ વર્ષ 1962માં તેઓ ગુજરાત રાજયના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી બન્યા હતા.

→ ભારત સરકાર દ્વારા વર્ષ 1970માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ સ્નેહરશ્મિએ તેમના જીવનના સંસ્મરણો પર સંસ્કારમૂર્તિ ઇન્દુમેન નામનું પુસ્તક લખ્યું હતું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments