→ દર વર્ષે સંયુકત રાષ્ટ્રસંઘ(UN) દ્વારા ૩૦ નવેમ્બરને રાસાયણિક યુદ્ધના તમામ પીડિતો માટે સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.
→ ઉદેશ્ય : રાસાયણિક હથિયારોથી વિશ્વને મુકત કરવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા તેમજ ભૂતકાળના પીડિતોને સન્માન આપી રસાયણ શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવા પ્રોત્સાહન આપવાનો છે.
→ 29 એપ્રિલ 1997ના રોજ કેમિકલ વેપન કન્વેન્શન (CWC)નો અમલ થવાને કારણે આ દિવસ 29 એપ્રિલના રોજ ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.
→ 11 નવેમ્બર, 2005 ના રોજ યોજાયેલા સંયુકત રાષ્ટ્ર સંઘ (UN)ના સ્ટેટ પાર્ટી કન્વેન્શનના 10મા સત્રના છેલ્લા દિવસે દર વર્ષે 29 અપ્રિલે રાસાયણિક યુદ્ધના તમામ પીડિતો માટે સ્મૃતિ દિવસ ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું.
→ વર્ષ 2013માં OPCW (Organisation for the Prohibition Chemical Weapons)ને રાસાયણિક હથિયારો પર પ્રતિબંધ લગાડવાના પ્રયાસો બદલ શાંતિનું નોબલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
→ વર્ષ 2015માં સંયુકત રાષ્ટ્ર સંઘ (UN)ના સ્ટેટ પાર્ટી કન્વેન્શનના 20મા સત્રમાં આ દિવસને 30 નવેમ્બરના રોજ ઉજવવાનુ નક્કી કરવામા આવ્યું.
→ વર્ષ 2016થી આ દિવસ ૩૦ નવેમ્બરના રોજ ઉજવાય છે.
→ ભારતે કેમિકલ વેપન કન્વેન્શન (CWC) પર હસ્તાક્ષર કર્યા છે.
→ ભારતે આ કન્વેન્શનની જોગવાઈને આધારે કેમિકલ વેપન કન્વેન્શન એકટ, 2000 બનાવ્યો છે.
0 Comments