Ad Code

ગુલાબ | Rose


ગુલાબ

→ ફુલોની દુનિયામાં ગુલાબ એ અગત્યનું સ્થાન ધરાવે છે.

→ ગુલાબ એ ફુલોનો રાજા કહેવાય છે.

→ જે ફુલો સુગંધ અને શાંતી આપે છે.

→ ઈગ્લેન્ડમાં ગુલાબ રાષ્ટ્રીય ફૂલ તરીકે સ્થાન ધરાવે છે.

→ ગુલાબનાં ફુલો કટ ફલાવર્સ તરીકે ખ્યાતિ ધરાવે છે.

→ ગુલાબનાં ફુલમાંથી ગુલાબ અતર, ગુલાબજળ, ગુલકંદ જેવી બનાવટો બનાવવામાં આવે છે.


ગુલાબનાં પ્રકારો

  1. હાઈબ્રીડ-ટી
  2. ફલોરીબન્ડા
  3. પોલીએન્થા
  4. વામન મિનિએચર
  5. વેલિયા ગુલાબ
  6. એડવર્ડ

હાઈબ્રીડ-ટી

→ આ ગુલાબની મુખ્ય ખાસિયત એ છે કે એક દાંડી પર એક જ ફુલ બેસે છે જેની સુગંધ ચાની ભુકીના સુગંધ જેવી હોય તેથી તેને હાઈબ્રીડ ટી કહે છે.

→ તેના વિવિધ રંગોમાં જાતો વિકસાવી છે : કૉન્ફિડન્સ, લેડી ફૉસ્ટ, મોન્ટેઝુમા, પિક્ચર વગેરે ગુલાબી છે.

→ ગંગા, મેકગ્રેડીઝ, સનસેટ, સમર સન શાઇન વગેરે પીળી છે.

→ વીરગો, વ્હાઇટ નન, હોમી ભાભા, પોલર સ્ટાર વગેરે સફેદ છે.

→ કિસ ઑવ્ ફાયર પીળો તથા ગુલાબી, પાર્થેનોન્ સફેદ તથા ગુલાબી, ટેપેસ્ટ્રી પીળો ગુલાબી તથા લાલ, પીસ પીળો અને ગુલાબી બેરંગી જાતો છે. ગાર્ડન પાર્ટી ગુલાબી, બ્લૅક લેડી ઘાટી લાલ, પીળી સમરડેઝ, રંગો બદલતી કલર મૅજિક જાતો ઘણી જ સુગંધિત છે.

→ તે સર્વે ગુલાબની રાણીની જાતો ફ્રેન્ચ બાગબાન ગુઇલાતેએ 1837માં ઉત્પન્ન કરી હતી.

ફલોરીબન્ડા

→ દાંડી પર ફુલો ઝુમખામાં અથવા-એકથી વધારે સંખ્યામાં હોય છે.

→ આ જાત હાઈબ્રીડ ટી અને પોલિએન્થાના સંક્રમણથી મેળવેલી હોવાથી હાઈબ્રીડ ટીના મોટા કદનો ગુણ અને પોલિએન્થાના ઝુમખામાં ફુલનાં ગુણ એક જ જાતમાં મેળવી શકાય છે.

→ તેમાં મિશ્ર રંગની જાત પેઇન્ટ બૉક્સ, નારંગી રંગની શોલા, સફેદ સમર સ્નો, ઘાટો લાલ રંગ ધરાવતી ઝીગી, ઘાટા ગુલાબી રંગવાળી દિલ્હી પ્રિન્સેસ અને ગુલાબી પ્રેમા મુખ્ય છે.

પોલીએન્થા

→ આ પ્રકારનાં ગુલાબને પોલિએન્થા પોનપોન્સ અથવા ડવાર્ફ પોલિએન્થા તરીકે ઓળખવામાં આવે છે.

→ આ પ્રકારનાં ગુલાબનાં ફુલો જાળી પર ઝુમખામાં આવે છે.

વામન મિનિએચર

→ આ પ્રકારનાં ગુલાબનાં છોડનું કદ નાનું હોય ફુલ ઘણી મોટી સંખ્યામાં પણ કદમાં નાના હોય આ છોડનો ઉછેર નાના કુંડામાં સુંદર રીતે કરી શકાય છે.

→ મિનિયેચર (miniature) નાનાં ફૂલો ધરાવતી જાતોમાં કેસરી બેબી ડાર્લિંગ, પીળી બેબી ગોલ્ડ સ્ટાર, લાલ ડ્વાર્ફ કિંગ, સફેદ ફ્રૉસ્ટી ભાગ્યે જ સુગંધીદાર હોય છે.

વેલિયા ગુલાબ

→ વેલાવાળા ગુલાબ ખાસ કરીને મકાનોની દિવાલો ઉપર સુર્યપ્રકાશ વધુ મળતો હોય તે બાજુએ સારી રીતે ઉછેરી શકાય છે.

→ વેલની માફક વીંટળાતી જાતોમાં લાલ રંગની બ્લેઇઝ (blaze), ગુલાબી ક્લાઇમ્બિંગ પિક્ચર, સફેદ દિલ્હી વ્હાઇટ પર્લ, પીળી ગોલ્ડન શાવર; વગેરે સુગંધીદાર હોતાં નથી.

એડવર્ડ

→ એડવર્ડ રોઝ (દેશી ગુલાબ) તે દમાસ્કસ ચાઇના રોઝ તથા ગ્રીન રોઝના સંકરણથી ઉદભવે છે.

→ દેશી લાલ ગુલાબ આ પ્રકારનાં ગુલાબ છે.

→ જેમાં ઘણા ફુલો લગભગ છ થી આઠ માસ સુધી મળે છે ફુલો સુગંધીદાર હોય ગુલકંદ અને અત્તર બનાવટ માટે આ જાત વપરાય છે.


ગુલાબના રોગો

પાનનાં કાળાં ટપકાંનો રોગ

→ આ રોગમાં Diplocarpon rosae નામની ફૂગથી પાન પર ગોળ કાળાં ટપકાં થાય છે.

→ શરૂઆતમાં જાંબુડી લાલ રંગનાં ટપકાં પાછળથી ગોળ કાળાં ટપકાંમાં ફેરવાઈ જાય છે.

→ પાન વિનાની રોગવાળી ડાળી કાપી નાખવાથી અને મેન્કોઝેબ અથવા બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવાથી રોગનું નિયંત્રણ શક્ય છે.

ભૂકી છારો

→ Sphaerotheca pannosa f. sp. rosae નામની ફૂગ ગુલાબ ઉગાડતા દરેક પ્રદેશમાં આ રોગ કરે છે.

→ તે નવાં નીકળતાં પાન અને કૂંપળો અને ફૂલની કળી પર આક્રમણ કરી છોડની વૃદ્ધિ અટકાવી તેનું ઉત્પાદન ઘટાડે છે.

→ ભૂકીછારાના નિયંત્રણ માટે સલ્ફરયુક્ત ફૂગનાશક જેવી કે સલ્ફર ડીનોકેપ, ટ્રાયફોરીન, ટ્રાયડીમેડાન પૈકીની ગમે તે એક દવાના ત્રણથી ચાર છંટકાવ કરવા જરૂરી છે.

બૅક્ટેરિયાથી થતી થડની ગાંઠ

→ Agrobacterium tumefaciens નામના બૅક્ટેરિયા જમીનની અંદરના થડ અને મૂળમાં પ્રવેશ કરી ગાંઠ પેદા કરે છે. આથી તેના મુખ્ય મૂળની વધ ઓછી થઈ વિકૃત સ્વરૂપ ધારણ કરી થડ અથવા મૂળમાં ગાંઠ પેદા કરે છે તેમજ ઉત્પાદન ઘટી જાય છે.

→ તીવ્ર આક્રમણવાળા છોડ સુકાઈ મૃત્યુ પામે છે.


Post a Comment

0 Comments