Ad Code

ઇન્દ્રકુમાર ગુજરાલ | Inder Kumar Gujral

ઇન્દ્રકુમાર ગુજરાલ
ઇન્દ્રકુમાર ગુજરાલ

→ જન્મ : 4 ડિસેમ્બર, 1919 (ઝેલમ, પંજાબ (પાકિસ્તાન))

→ અવસાન : 30 નવેમ્બર, 2012

→ પિતા : અવતાર નારાયણ ગુજરાલ

→ માતા : પુષ્પાદેવી ગુજરાલ

→ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, ભારતીય કવિ, રાજકારણી અને સ્વતંત્રતા કાર્યકર


→ તેમણે B.com, M.A., Ph.d અને D.litt જેવી ડિગ્રીઓ મેળવી હતી.

→ વર્ષ 1931માં તેમણે અગિયાર વર્ષની નાની ઉંમરે સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને ઝેલમ શહેરમાં નાના બાળકોની ચળવળનું આયોજન કરવા બદલ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.


રાજકીય કારકિર્દી

→ વર્ષ 1942માં ભારત છોડો ચળવળ દરમિયાન તેમને જેલવાસ ભોગવ્યો હતો.

→ તેમણે રાજનીતિક કારકિર્દીની શરૂઆત વર્ષ 1958માં નવી દિલ્હી મ્યુનિસિપલ કમિટીના ઉપપ્રમુખ બનીને કરી હતી.

→ વર્ષ 1964માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને રાજ્યસભાના સભ્ય બન્યા હતા.

→ તેઓ વર્ષ 1967 થી 1976 દરમિયાન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારમાં જુદા-જુદા મંત્રાલયોના મંત્રી તરીકે રહ્યા હતા.

→ વર્ષ 1976 થી 1980 સુધી U.S.S.R. (Union of Soviet Socialist Republics)માં ભારતના રાજદૂત તરીકે રહ્યા હતા.

→ તેમણે વર્ષ 1989માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન વી. પી. સિંહના મંત્રીમંડળમાં વિદેશમંત્રી તરીકે સેવા આપી હતી.

→ તેઓ વડાપ્રધાન બન્યા પહેલા વર્ષ 1996માં ભારતના વિદેશમંત્રી રહ્યા હતા.

→ આ દરમિયાન તેમણે ભારતને C.T.B.T. (Comprehensive Nuclear-Test-Ban Treaty) પર હસ્તાક્ષર કરતાં અટકાવ્યા હતા.

→ તેમણે વિદેશમંત્રીના રૂપમાં ગુજરાલ સિદ્ધાંત આપ્યો હતો.

→ તેઓ એપ્રિલ 1997 થી માર્ચ 1998 (11 માસ) સુધી ભારતના 12મા વડાપ્રધાન તરીકે રહ્યા હતા.

→ તેમણે પડોશી દેશોના સબંધો પાંચ સિદ્ધાંતોવાળી ડોકટ્રાઇન થીયરી (ગુજરાલ ડોકટ્રાઇન થીયરી) આપી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments