Ad Code

એચ.એમ પટેલ | H.M. PATEL

એચ.એમ પટેલ
એચ.એમ પટેલ

→ જન્મ : 27 ઓગસ્ટ, 1904 (મુંબઇ)

→ મૂળ વતન : ધર્મજ (આણંદ)

→ અવસાન : 30 નવેમ્બર, 1993 (ખેડા)

→ પૂરું નામ : હીરુભાઈ મૂળજીભાઇ

→ બિરુદ : સાહેબરૂપ સેવક (ઈશ્વર પેટલીકર દ્વારા), ભારત દેશના ઉત્તમ સિવિલ સર્વન્ટ (પંડિત સુખલાલજી)

→ બહુમુખી પ્રતિભા ધરાવનાર કુશળ સનદી અધિકારી એચ.એમ.પટેલ


→ તેમણે પ્રશાસન, જ્ઞાન-વિજ્ઞાનની સાધના, સામાજિક કાર્યો, આરોગ્ય, સાહિત્ય, સંરક્ષણ, આંતરરાષ્ટ્રીય સંબંધો, પર્યાવરણ, કૃષિ અને વિધાર્થી કલ્યાણ જેવા અનેક ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

→ તેમને બાળપણમાં કરુણાશંકર, કાકા ભૂલાભાઈ અને શિવાભાઈ એમ ત્રણ શિક્ષકોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું અને તેમના જીવન ઘડતરમાં આ ત્રણ શિક્ષકોનો બહુ મોટો પ્રભાવ રહ્યો હતો.

→ તેઓએ પેટલાદમાં મોતીભાઈ અમીન પાસેથી શિક્ષણ મેળવ્યું હતું તેમજ તેઓ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી જૂન 1920માં ઉચ્ચ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા હતાં.


વહીવટીતંત્રમાં વિવિધ પદે આપેલ સેવાઓ

→ વર્ષ 1927માં આઇ.સી.એસ. થઇ ભારત પાછા આવ્યા બાદ તેઓ સિંધપ્રાંતના લારખાના(હાલના પાકિસ્તાન)માં આસિસ્ટન્ટ કલેકટર તરીકે એ.ડી.ગોરવાલા સાથે જોડાયા હતાં ત્યારબાદ તેઓ મુંબઇ સરકારમાં નાણાં સચિવ તરીકે રહ્યા હતા.

→ તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સરકારના પૂરવઠા વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી તરીકેની પડકારજનક કામગીરી સફળતાપૂર્વક બજાવી હતી.

→ સ્વતંત્રતા પહેલા, તેમણે પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ચૌધરી મુહમ્મદ અલી અને વોલ્ટર જોન ક્રિસ્ટી સાથે નિર્ણાયક દસ્તાવેજ ધ એડમિનિસ્ટ્રેટિવ કન્સક્વન્સીસ ઓફ પાર્ટીશનને તૈયાર કરવામાં અને તેના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

→ તેઓ ભારતની વચગાળાની સરકારમાં કેનેટ સેક્રેટરી રહ્યા હતાં અને આઝાદી બાદ વર્ષ 1950 સુધી ગૃહ મંત્રાલયના કેબિનેટ સેક્રેટરી પદે રહ્યા હતાં.

→ વર્ષ 1947માં દેશના ભાગલા થતા તેમણે ભાગલા સંબંધી અનેક જવાબદારીઓ કુનેહપૂર્વક સંભાળી હતી.

→ દેશી રાજ્યોના વિલિનીકરણ સમયે હૈદરાબાદ કેસમાં પોલીસ પગલાંઓમાં જનરલ રાજેન્દ્રસિંહ, કનૈયાલાલ મુનશી અને સરદાર પટેલ સાથે તેઓએ પણ સક્રિય ભમિકા ભજવી હતી.

→ તેમણે વર્ષ 1947-53 દરમિયાન ભારતના સંરક્ષણ સચિવ તરીકે સેવા આપી હતી.

→ તેમણે ભારતમાં સંરક્ષણ ઉધોગનો પાયો નાંખ્યો હતો.

→ તેમણે વર્ષ 1954માં ભારત સરકારના નાણા મંત્રાલયના મુખ્ય સચિવ તરીકે કામગીરી સંભાળી હતી.

→ તેમણે વર્ષ 1977-79 દરમિયાન મોરારજી દેસાઇની જનતા સરકારમાં નાણામંત્રી તરીકે ફુગાવો ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

→ તેઓ વર્ષ 1979માં ભારતના ગૃહમંત્રી બન્યાં હતા.

→ તેઓ વર્ષ 1977-79 દરમિયાન ઇન્ડિયન બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ અને પ્રોજેકટ ટાઇગરના અધ્યક્ષ પદે રહ્યા હતાં.



→ ગુજરાતમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસક્રમ શરૂ કરવાનો યશ તેમનાફાળે જાય છે.

→ તેઓ ગુજરાત વિધુત બોર્ડના અધ્યક્ષ હતા અને સરદાર પટેલ યુનિવર્સિટીના ટ્રસ્ટી પણ હતા.

→ ભાઇકાકાના આગ્રહથી તેઓ ચરોતર વિધામંડળ(CVM)ના અધ્યક્ષ બન્યા હતા.

→ સમાજના લોકોને આધુનિક સ્વાસ્થય સેવાઓ પૂરી પાડવા માટે તેમણે વર્ષ 1972માં ચારુતર આરોગ્ય મંડળની સ્થાપના કરી હતી.

→ પ્રખ્યાત બ્રિટીશ પત્રકાર ઝિનકિને તેમને ભારતીય સનદી સેવામાં સિંહપુરુષ કહ્યા છે.

→ તેમણે Rites of Passage: A Civil Servant Remembers, The First Flush of Freedom: Recollections and Reflections, The Policy for Foreign Trade અને Vitthalbhai Patel નામના પુસ્તકો અંગ્રેજી ભાષામાં લખ્યા તેમજ કનૈયાલાલ મુનશીની નવલક્થાઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.

→ એચ.એમ.પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈંગ્લીશ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ વલ્લભવિધાનગર ખાતે આવેલ છે.

તેઓ વર્ષ 1980માં અમેરિકાની એનીમલ વેલફેર ઇન્સ્ટિટ્યૂટનો આલ્બર્ટ સ્વાઇત્ઝર એવોર્ડ મેળવનાર પ્રથમ એશિયન હતાં.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments