રાષ્ટ્રીય સંવિધાન દિવસ | National Constitution Day
રાષ્ટ્રીય સંવિધાન દિવસ | National Constitution Day
→ દર વર્ષે 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે.
→ સંવિધાન દિવસને કાયદા દિવસ (Law Day) તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ 26 નવેમ્બર, 1949 દિવસે બંધારણ સભા દ્વારા ભારતના સંવિધાનનો સ્વીકાર કરવામાં આવ્યો તથા કેટલીક જોગવાઈઓ જેવી કે નાગરિકતા, કામયલાઉ સરકાર અને સંસદ ચૂંટણી, કટોકટીની જોગવાઇ તે જ દિવસે લાગુ કરવામાં આવી હતી.
→ આ યાદગીરીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા 23 નવેમ્બર, 2015ના રોજ સંવિધાન દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત સરકાર દ્વારા 26 નવેમ્બર, 2015ના રોજ પ્રથમ સંવિધાન દિવસ ઉજવાવમાં આવ્યો હતો.
→ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત ભારતીય બંધારણના ઉચ્ચ આદર્શોનું સન્માન કરવાનો અને મૂળભૂત અધિકારો તેમજ ફરજો પ્રત્યે નિષ્ઠાવાન રહેવાનો છે. અને બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બી. આર. આંબેડકરના મહત્વ વિશે લોકોમાં જાગૃકતા લાવવાના ઉદ્દેશ્યથી આ દિવસ ઉજવવામાં આવે છે.
→ બંધારણનું પ્રારૂપ તૈયાર કરનાર ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષ ડો. બી. આર. આંબેડકરને ભારતીય સંવિધાનના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે ૨૯૯ માનતી ૨૮૪ સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા.
→ બંધારણ સભા દ્વારા કુલ 11 સત્રો યોજીને 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું.
→ બંધારણ સભા દ્વારા હાથીને પ્રતીક સ્વરૂપે સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતનું મૂળ બંધારણ સંસદ ભવનની લાઈબ્રેરીમાં હિલિયમ વાયુથી સુરક્ષિત છે.
ભારતીય બંધારણના સુલેખન અને સુશોભનમાં યોગદાન આપનાર વ્યક્તિઓ
→ ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરનાર : બેઓહર રામમનોહર સિંહા શાંતિનિકેતન, (પશ્ચિમ બંગાળ)
→ ભારતીય બંધારણની હિન્દી આવૃત્તિનું સુશોભન કરનાર : નંદલાલ બોઝ
→ અમેરિકાના અલાબામા નામના રાજ્યનું બંધારણ ભારતના બંધારણ કરતાં પણ વધારે લાંબું છે. આથી, વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ અમેરિકાના અલાબામા નામના રાજ્યનું છે.પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં સૌથી લાંબુ લેખિત બંધારણ ભારતનું છે.
0 Comments