ગુણવંતરાય આચાર્ય | Gunvantrai Acharya
ગુણવંતરાય આચાર્ય
ગુણવંતરાય આચાર્ય
→ જન્મ : 9 સપ્ટેમ્બર, 1900 (જેતલસર,રાજકોટ)
→ અવસાન : 25 નવેમ્બર, 1965
→ બિરુદ : સાગર જીવનના સમર્થ આલેખક, માનવ ગૌરવ અને ગુજરાત આલેખનાર સર્જક
→ પૂરું નામ : ગુણવંતરાય પોપટભાઇ આયાર્ય
→ પુત્રી : વર્ષા અડાલજા, ઇલા આરબ મહેતા
→ દરિયાઈ સાહસકથાઓના સર્જક, નવલકથાકાર, નાટયકાર, નિબંધકાર અને પત્રકાર
→ કચ્છના માંડવીમાં પ્રાથમિક અભ્યાસ દરમિયાન સ્થાનિક વાતાવરણના સહવાસથી તેમને દરિયાઇ કથાઓ લખવાની પ્રેરણા મળી હતી.
→ તેઓએ વર્ષ 1917માં નડિયાદમાં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
→ તેમણે વર્ષ 1921-23 દરમિયાન અમદાવાદની મિલમાં કામ કર્યુ હતું.
→ તેઓએ વર્ષ 1926માં નાગર બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના કરીને સમાજ સુધારણાના કાર્યો હાથ ધર્યા હતા.
→ તેમણે પત્રકારત્વની તાલીમ લઇ પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
→ તેઓ વર્ષ 1927માં રાણપુરમાં હસનઅલી ખોજાનાં સૌરાષ્ટ્રમિત્ર પત્રિકામાં જોડાયા હતા.
→ તેઓએ પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર પત્રમાં લેખનકાર્ય કર્યુ હતું.
→ ફૂલછાબ સાપ્તાહિકના તંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમની હું, બાવો ને મંગળદાસ હાસ્ય કટાર ખૂબ પ્રખ્યાત થઇ હતી.
→ તેમનું પ્રથમ પુસ્તક શ્રેષ્ઠ સાગર કથાઓ હતું.
→ તેમણે વર્ષ 1935માં કોરી કિતાબ નામની નવલક્થા માત્ર એક જ રાતમાં લખી હતી.
→ તેઓએ વર્ષ 1946 મુંબઈમાં જીવન અને મોજમજા નામના બે ફિલ્મી સામયિકો શરૂ કર્યા હતા.
→ તેઓ વર્ષ 1952-65 દરમિયાન મુંબઇમાં રંગભૂમિ સંસ્થાના ઉપપ્રમુખ અને રંગમંચ સંસ્થાના પ્રમુખપદે રહ્યા હતા.
→ તેમની યશસ્વી નવલકથા દરિયાલાલને વર્ષ 1945માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
→ તેમનો સાહિત્યિક વારસો તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા સાચવી રહ્યાં છે.
સાહિત્ય સર્જન
→ સાગરક્થાઓ/નવલકથા : દરિયાલાલ, ભગવા નેજો, હાજી કાસમ તારી વીજળી રે, સરફરોશ, રત્નાકર મહારાજ, પીરમનો બાદશાહ, મહાબલિદાન, જળ સમાધિ, સક્કરબાર, હરારી, સરગોસ, રણમલ લાખા
→ નાટક : અલ્લાબેલી, માજીનું મંદિર, આપઘાત, માર રાજ, જોગમાયા અને શિલાલેખ, અખોવન
→ ઐતિહાસિક નવલક્થાઓ : ગિરનારને ખોળે, ગુર્જરલક્ષ્મી, સેનાપતિ, શ્રીધર મહેતા, કરાળ કાળ જાગે : ભાગ 1-2, ભૂત રડે ભેંકાર, વિશળદેવ, અર્જુનદેવ, ઇડરિયો ગઢ, રાય હરિહર, મહાઅમાત્ય માધવ
→ સામાજિક નવલક્થા : કોરી કિતાબ, પુત્ર જન્મ, રામકહાણી, વિરાટનો ઝભ્ભો
→ જાસૂસ કથા : છેલ્લી સલામ, કેડી અને કાંટા
→ નવલિકા : ઓટાના પાણી, શ્રી ભાઇબંધ
→ જીવન ચરિત્ર : હું બાવો ને મંગળદાસ, સુભાષચંદ્ર બોઝ, મૂંઝવતા પ્રશ્નો
0 Comments
Any suggestions, Please comment Below 👇