બરકતઅલી વિરાણી 'બેફામ' | Barkat Virani
બરકતઅલી વિરાણી 'બેફામ'
બરકતઅલી વિરાણી 'બેફામ'
બરકતઅલી વિરાણી 'બેફામ'
→ જન્મ : 25 નવેમ્બર, 1923(ઘાંઘળી, ભાવનગર)
→ પૂરું નામ : બરકતઅલી ગુલામહુસેન વિરાણી
→ પત્ની : રુકૈયા વિરાણી
→ અવસાન : 2 જાન્યુઆરી, 1994 (મુંબઇ, મહારાષ્ટ્ર)
→ ઉપનામ : બેફામ, બેઝાર
→ ગુજરાતના પ્રખ્યાત ગઝલકાર
→ બરકતઅલીને કિસ્મત કુરેશીએ ગઝલો રચવા માટે માર્ગદર્શન આપ્યું હતું તથા માત્ર 14 વર્ષની વયે બેફામ ઉપનામે તેમને પોતાની પ્રથમ ગઝલની રચના કરી હતી.
→ તેમની કારકિર્દીની શરૂઆત વતન દૈનિક સાથે જોડાઇને કરી હતી.
→ વર્ષ 1925માં તેમના લગ્ન હરજી લવજી દામાણીની જ્યેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા હતા.
→ ગુજરાતી ગઝલોમાં જીવનનું દર્દ ઘૂંટવામાં અને ખાસ તો મૃત્યુ પરત્વે મકતાઓને કસબથી રજૂ કરવામાં બેફામે નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી.
→ તેમણે ગુજરાતી ચલચિત્ર મંગળફેરામાં અભિનય કર્યો હતો અને અખંડા સૌભાગ્યવતી, કુળવધુ, જાલમસંગ જાડેજા તથા સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા.
સાહિત્ય સર્જન
→ ગઝલ સંગ્રહો : માનસર, ઘટા, પ્યાસ, પરબ
→ વાર્તાસંગ્રહ : આગ અને અજવાળા, જીવતાસૂર
→ નવલકથા : રસસુગંધ (ભાગ. 1,2)
પંક્તિઓ
→ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે.
→ બેફામ તોયે કેટલું થાકી જવું પડયું ?,
નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
→ જીવ્યો છું ત્યાં સુધી, કાંટા જ વેક્યા છે બેફામ;
કબર પર ફૂલ મૂકીને, ન કરજો મશ્કરી મારી.
→ સફળતા જીંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત તેના નકશામાં નથી હોતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇