→ તેઓ બાળપણથી પિતાના કસુંબાની છોળો સાથેના ડાયરા છોડી સાધુ-સંતોના સહવાસમાં પોતાના સમય ગાળતા હતાં.
→ તેઓ માત્ર પાંચ ધોરણ સુધીના અભ્યાસ બાદ કૌટુંબિક વ્યવસાય ખેતી અને ગોપાલન સાથે સંકળાયા હતા.
→ તેઓ ઢોરને ચરાવવા જતા ત્યારે મળતા સમયમાં પધ રચનાઓ કરતા હતાં.
→ તેમણે પીપાવાવના સાધુ મુક્તાનંદજી પાસે રહી 'વિચારસાગર', 'પંચદસી' અને 'ગીતા' જેવા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને ત્યારથી જ તેમના હૃદયમાં કાવ્યત્વનો ઉદય થયો હતો.
→ કવિ કાગ ચારણી અને લોકસાહિત્યના મુખ્યત્વે સર્જક રહ્યા હતા તેઓ કાગબાપુ તરીકે લોકપ્રિય થયા.
→ તેઓએ પોતાની અસલ ઓળખાણને જાળવીને ચારણી લાયમાં બુલંદ કાવ્યગાનો ગાઈ ડાયરાઓ ડોલાવ્યા હતા.
→ જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ભજન, દુહા અને ચારણી છંદ જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા દુલા ભાયા કાગની કાગવાણી એક થી આઠ ભાગમાં અક્ષરદેહ પામી છે. જે વર્ષ 1935 થી 1964 દરમિયાન એક પછી એક પ્રકાશિત થઈ હતી.
→ તેમણે વિનોબા ભાવેની સાથે ભૂદાન ચળવળમાં પણ ભાગ લીધો હતો અને પોતાની જમીન ભૂદાન આંદોલનમાં આપી દીધી હતી.
→ તેઓ ચારણ હિતવર્ધક સભાના પ્રમુખ બન્યા હતાં તેમજ પાંત્રીસ જેટલા ગામમાં દારૂના વ્યસનને છોડાવવા પોતાની પાઘડી ઉતારી હતી.
→ આજે પણ ભજન અને ડાયરાના રાત્રિ કાર્યક્રમોમાં તેમની રચનાઓ ઉત્સાહથી ગવાય છે.
→ તેમને ભારત સરકાર દ્વારા વર્ષ 1962માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ વર્ષ 2004માં તેમની સ્મૃતિમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
→ વર્ષ 2014માં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા દુલા ભાયા કાગની યાદમાં મજાદર ગામનું નામ બદલી કાગધામ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
→ સાહિત્ય અને સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠતા બદલ લોકગાયકો અને લોકસાહિત્યકારોને વર્ષ 2002થી પરમ પૂજ્ય મોરારી બાપુની પ્રેરણાથી કાગબાપુની પુણ્યતિથિએ કાગચોથ (ફાગણ સુદ ચોથ)ના દિવસે કવિ કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
→ આ કાર્યક્રમનું આયોજન કાગધામ ખાતે કરવામાં આવે છે.
→ વર્ષ 2023ના કાગ એવોર્ડ 23 ફેબ્રુઆરીના રોજ એનાયત હતો. Y
0 Comments