→ દર વર્ષે 25 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે.
→ Theme 2024: "Ending violence against women and girls in the context climate change"
→ સંયુકત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા વર્ષ 2000થી મહિલાઓ વિરુદ્ધ હિંસાને નાબૂદ કરવા એક સંકલ્પ પ્રસ્તાવ પસાર કરી 25 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ' તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ સમગ્ર વિશ્વમાં મહિલાઓ સામેની હિંસા અટકાવવા અને દૂર કરવાના હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે.
→ મહિલાઓ વિરુદ્ધ જાતિય હિંસા નાબૂદ કરવા 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ સુધી 16 દિવસનું અભિયાન યોજવામાં આવે છે.
→ યુનાઇટેડ નેશન વુમનના અહેવાલ મુજબ દરરોજ ૩ માંથી 1 મહિલા શારીરિક હિંસાનો ભોગ બને છે.
→ કોવિડ - 19 પછી દર 3 માંથી 2 મહિલાએ અમુક પ્રકારની હિંસાનો અનુભવ કર્યો છે.
→ હિંસાનો અનુભવ કરતી 40% થી ઓછી મહિલાઓ હિંસાની વિરુદ્ધ કાયદાકીય મદદ લે છે.
→ વર્ષ ૨૦૧૦માં સંયુક્ત મહાસભા દ્વારા યુનાઈટેડ નેશન વુમનની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા મહિલા સુરક્ષા અને સશક્તિકરણના ક્ષેત્રમાં કામ કરે છે.
→ ભારતમાં મહિલાઓના બંધારણીય હિત અને કાનૂની સુરક્ષા માટે વર્ષ 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી.
→ ભારતમાં મહિલાઓના સુરક્ષા માટે ઘરેલું હિંસા અધિનિયમ, ૨૦૦૫ અને કાર્યસ્થળ પર મહિલાઓની સાથે યૌન ઉત્પીડન (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, 201૩ લાગુ છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇