→ જાણીતા અભિનેતા, રાજનેતા અને રામાયણ ધારાવાહિકમાં રાવણના પાત્રથી લોકપ્રિય
→ મુંબઇમાં વર્ષ 1960માં તેઓ ભારતીય વિધાભવન હોલના મેનેજર તરીકે નોકરીમાં જોડાયા. આ સમય દરમિયાન નાટકના ક્ષેત્રની ઘણી વિખ્યાત વ્યક્તિઓના પરિચયમાં આવ્યા હતાં.
→ તેમણે મોટાભાઈ ઉપેન્દ્રભાઇ સાથે નાટકોમાં અભિનય શરૂ કર્યો.
→ અરવિંદ ત્રિવેદીએ વેવિશાળ, પારિજાત, મેજર ચંદ્રકાન્ત, તરસ્યો સંગમ, ગોરંભા, પરિવાર અને બીજાં ઘણાં નાટકોમાં ભૂમિકાઓ અદા કરી હતી.
→ તેઓ ભારતીય વિધાભવનમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન મનહર રસકપૂર સાથે તેમનો પરિચય થયેલો તેમજ મનહર રસકપૂરે અરવિંદભાઇને તેમની ફિલ્મ જોગીદાસ ખુમાણ માં મહત્વની ભૂમિકા આપી.
→ અરવિંદ ત્રિવેદી રામાનંદ સાગર નિર્મિત રામાયણ ધારાવાહિકમાં લંકાપતિ રાવણના પાત્રથી ઘણા લોકપ્રિય થયા અને દેશભરમાં તેઓ લંકેશના નામથી ઓળખાવા લાગ્યા
→ તેમણે પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ લીલુડી ધરતી ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત કુંવરબાઈનું મામેરુંમાં નરસિંહ મહેતાનો યાદગાર રોલ અદા કર્યો. ઉપરાંત ગોરા કુંભાર, સંત દેવીદાસ, સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈ, સંતુરંગીલી, હોથલ પદમણી, જેસલ-તોરલ અને દેશ રે જોયા દાદા પરદેશ જોયા માં પણ તેમણે યાદગાર ભૂમિકા ભજવી હતી.
→ આ ઉપરાંત વિક્રમ વેતાળ ધારાવાહિકમાં પણ અભિનય કર્યો હતો. તેમણે પારિજાત નાટકમાં પડકારજનક ખલનાયકની ભૂમિકાને સફળતાપૂર્વક ભજવી હતી.
→ અરવિંદ ત્રિવેદીએ પરાયાઘન, આજ કી તાજા ખબર જેવી હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.
→ અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું હતું.
→ ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ દ્વારા તેમને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી.
→ તેમના પિતા ઉજજૈનમાં નોકરી કરતા હતા. તેથી અરવિંદ ત્રિવેદીએ ત્યાંની શાળામાં અભ્યાસ કર્યો હતો.
→ વર્ષ 1990 પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા છે. તેઓ વર્ષ 1991 થી 1996 સુધી ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાંથી લોક્સભાના સાંસદ રહ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2002માં તેમની 'સેન્ટર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ' (CBFC)ના કાર્યકારી ચેરમેન તરીકે નિમણૂક થઇ હતી.
→ રાજા ભરથરી માં તેમની બેવડી ભૂમિકા બદલ ગુજરાત સરકારે શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક એનાયત કર્યુ હતું.
→ ગુજરત સરકારથી લઇને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓઓએ તેમને પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા.
0 Comments