→ સમગ્ર વિશ્વમાં દર 4 ઓક્ટોબરને વિશ્વ પ્રાણી દિવસ (World Animal Day) તરીકે ઉજવવામાં આવે છે.
→ થીમ 2024: The world is their home too
→ લુપ્ત થતાં પ્રાણીઓને બચાવવાનો અને તેમના સંરક્ષણ માટે સમાજમાં જાગૃતિ લાવવાનો છે.
→ મે, 1931માં ઇટાલીના ફ્લોરેન્સ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પશુ સંરક્ષણ સંમેલનમાં 4 ઓક્ટોબરને વિશ્વ પ્રાણી દિવસ તરીકે ઉજવવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
→ વર્ષ 1931માં સૌપ્રથમવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
→
→ વન્યજીવોના સંરક્ષણ હેતુ ભારત સરકારે વર્ષ 1972માં વન્યજીવ સુરક્ષા અધિનિયમ (WildLife Protection Act) પસાર કર્યો હતો.
→ આ દિવસ સંત ફાસિસ ઓફ એસિસીના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. જેમણે પ્રાણીઓની દેખભાળ, સંરક્ષણ અને ક્રૂરતા રોકવા માટે કામ કર્યું હતું.
→ વિલુપ્ત થતી પ્રજાતિ વર્ગ (Red List)માં પ્રાણીઓની સંખ્યા વધારવા પ્રોજેક્ટ ટાઈગર (1973), મગર પ્રજનન યોજના (1975), રાઈનો પ્રોજેક્ટ (1987) જેવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.
→ PETA (People for the Ethical Treatment of Animals) એક પશુ અધિકાર સંગઠન છે. જે પશુઓની સાથે નૈતિક વ્યવહારની તરફેણ કરતાં લોકોનો સમૂહ છે. જેનું વડુમથક અમેરિકાના વર્જિનિયાના નોર્ફોલ્ક ખાતે આવેલ છે.
→ યુ.કે. સ્થિત નેચર વોચ ફાઉન્ડેશન નામની સંસ્થા પ્રાણીઓના કલ્યાણ માટે CHAD TION આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજે છે આ સંસ્થા દ્વારા વર્ષ 2003માં પશુના કલ્યાણ માટે ફંડ એકત્રિત કરવા વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇