ગુજરાતમાં સાંસ્કૃતિક વનો | Sanskrutikvan


ગુજરાતમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ

→ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વનમહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં વર્ષ 2004થી સાંસ્કૃતિક વનોના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

→ આ અંતર્ગત ગુજરાતમાં 6 જુલાઈ, 2004ના રોજ ગાંધીનગરના સેક્ટર 18 ખાતે સૌપ્રથમ 'પુનિત વન'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

→ પુનિત વનમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ, સંસ્કૃતિ અને આસ્થાને કેન્દ્ર બિન્દુમાં રાખી જુદા-જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

→ ગુજરાતમાં વર્ષ 2004 સુધી વનમહોત્સવની રાજ્યકક્ષાની ગાંધીનગર ખાતે જ થતી હતી.

→ પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2005થી એક નવતર અભિગમ અંતર્ગત ગાંધીનગરની જગ્યાએ ગુજરાતના જુદા-જુદા સ્થળોએ વન મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

→ આ અંતર્ગત વર્ષ 2005માં ગાંધીનગર બહાર સૌપ્રથમ ગુજરાતના અંબાજી ખાતે રાજ્યકક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

→ જેમાં 17 જુલાઈ, 2005ના રોજ અંબાજી ખાતે ગુજરાતના બીજા સાંસ્કૃતિક વન ‘માંગલ્ય વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

→ ગુજરાતમાં ઓગસ્ટ, 2024 સુધીમાં કુલ 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.


સાંસ્કૃતિક વનોના મુખ્ય ઉદ્દેશો

→ ધાર્મિક અને ઔષધિય વૃક્ષોથી વધુમાં વધુ લોકોને માહિતીગાર કરવા.

→ વૃક્ષ આચ્છાદાન હેઠળનો વિસ્તાર વધારવામાં લોકોની સક્રિય ભાગીદારી વધારાવી.

→ જૈવ વિવિધતા અને પર્યાવરણમાં સુધારો સંવર્ધન કરવું.

→ રોજગારી ઉત્પન્ન કરવી.

→ પૌરાણિક સંસ્કૃતિથી લોકોને પરિચિત કરવા.

→ વૃક્ષ થકી લોક કલ્યાણ અને વૃક્ષો પ્રત્યે લોકોમાં ભાવના જાગૃત કરવી.

ક્રમ જિલ્લો સ્થળ વનનું નામ વર્ષ વનમહોત્સવ
1 ગાંધીનગર સેક્ટર 18 ગાંધીનગર પુનિત વન 2004 55મો
2 બનાસકાંઠા અંબાજી માંગલ્ય વન 2005 56 મો
3. મહેસાણા તારંગા તીર્થંકર વન 2006 57મો
4. ગીર સોમનાથ સોમનાથ હરિહર વન 2007 58મો
5. સુરેન્દ્રનગર ચોટીલા ભક્તિ વન 2008 59મો
6. સાબરકાંઠા શામળાજી શ્યામલ વન 2009 60મો
7. ભાવનગર પાલીતાણા પાવક વન 2010 61મો
8. પંચમહાલ પાવાગઢ વિરાસત વન 2011 62મો
9. મહિસાગર માનગઢ ગોવિંદગુરૂ સ્મૃતિ વન 2012 63મો
10. દેવભૂમિ દ્વારકા દ્વારકા નાગેશ વન 2013 64મો
11. રાજકોટ કાગવડ શક્તિ વન 2014 65મો
12. નવસારી ભીનાર, વાંસદા જાનકી વન 2015 66મો
13. આણંદ વહેરાખાડી (વ્હોરાખાડી) મહિસાગર વન 2016 67મો
14. વલસાડ બાલ ચૌઠી આમ વન 2016 67મો
15. સુરત મૌતા અથવા મોટા એકતા વન 2016 67મો
16. જામનગર ભૂચરમોરી શહિદ વન 2016 67મો
17. સાબરકાંઠા પાલ-દઢવાવ વીરાંજલી વન 2017 68મો
18. કચ્છ રૂદ્રમાતા ડેમ સાઈટ રક્ષક વન 2018 69મો
19. અમદાવાદ ઓઢવ જડેશ્વર વન 2019 70મો
20. રાજકોટ આજીડેમ રામવન 2020 71મો
21. વલસાડ કલગામ (તાલુકો : ઉમરગામ) મારૂતિ નંદન વન 2021 72મો
22. સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલ સાઈટ વટેશ્વર વન 2022 73મો
23. દેવભૂમિ દ્વારકા ગાંધવી-હર્ષદ (તા. કલ્યાણપુર) હરસિદ્ધિ વન 2024 75





Post a Comment

0 Comments