→ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ (એનઆઈસી) એક રાજકીય સંગઠન હતું.
→ વર્ષ 1893માં દાદા અબ્દુલાએ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં કેસ લડવા આમંત્રણ આપ્યું હતું.
→ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને અશ્વેતો અને ભારતીયો પ્રત્યે વંશીય ભેદભાવ લાગ્યો આ ઉપરાંત તેમને અનેક પ્રસંગોએ અપમાનનો સામનો કરવો પડયો હતો જેના કારણે તેમને વંશીય ભેદભાવ સામે લડવાનું નક્કી કર્યુ હતું.
→ તે સમયે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો અને અશ્વેતોને મત આપવાનો અને ફૂટપાથ પર ચાલવાનો પણ અધિકાર નહોતો મહાત્મા ગાંધીજીએ તેનો સખત વિરોધ કર્યો અને આખરે 1894માં ‘નેટલ ઈન્ડિયન કોંગ્રેસનું સંગઠન' સ્થાપવામાં સફળ થયા હતા.
→ ઉદ્દેશ્ય : દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સામેના ભેદભાવ સામે લડત આપવાનો હતો.
→ આ સંગઠનની સ્થાપના મહાત્મા ગાંધીએ ૧૮૯૪માં કરી હતી.
→ ૨૨ ઓગસ્ટ ૧૮૯૪ના રોજ તેનું બંધારણ અમલમાં આવ્યું હતું.
→ મહાત્મા ગાંધીજી આ સંસ્થાના સચિવ હતા તથા શ્રી અબ્દુલા હાજી ઝવેરી (દાદા અબ્દુલા)ને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
→ 1960ના દાયકામાં આફ્રિકામાં વધતા દમન અને તેના નેતાઓના પ્રતિબંધને કારણે આ સંસ્થા નિષ્ક્રિય થઈ હતી, બાદમાં તેમણે આફ્રિકન નેશનલ કોંગ્રેસ સાથે જોડાણ કર્યુ હતું.
0 Comments