Ad Code

બારડોલી સત્યાગ્રહ 1928 | Bardoli Satyagraha


બારડોલી સત્યાગ્રહ 1928

→ બારડોલી તાલુકામાં મહેસૂલની જમાબંદી 1896માં થઈ હતી.

→ મુંબઈ ઇલાકાની પ્રથા અનુસાર દર ત્રીસ વરસે તેમાં સુધારો કરવામાં આવતો.

→ ઈ. સ. 1926માં બારડોલી તાલુકામાં જમીન મહેસૂલની ફેર આકારણી ક્લેક્ટર જયકર અને સેટલમંટ કમિશનરે ખોટી આંકણી કરીને તાલુકાનું 30% મહેસૂલ વધારી દીધું હતું.

→ 7 વર્ષના ગણોતાને એક વર્ષનું ગણવાની મોટી ભૂલ કરી હતી. માત્ર 15% ના બદલે 50% જમીન ગણોત તરીકે અપાય છે. એમ તેમણે ધાર્યું હતુ.

→ બારડોલી તાલુકામાં યોજાયેલી ખેડૂતોની પરિષદે મહેસૂલ વધારાનો વિરોધ કરી વધારાનું મહેસૂલ ન ભરવાનો ઠરાવ કર્યો.

→ ખેડૂતો સરકાર સામે લડત ચલાવવા તૈયાર હતા. આ ઉત્સાહ જોઈને કુંવરજીભાઈએ 'ના કર'ની લડતોના આગેવાની વલ્લભભાઈ પટેલને સોંપી.

→ સરદાર પટેલે લોકોને મહેસૂલ ન ભરવાની સલાહ આપી.

→ જુગતરામ દવે, ફુલચંદભાઈ, અબ્બાસ સાહેબ, ઈમામ સાહેબ, કલ્યાજીભાઈ, કુંવરજીભાઈ વગેરેની હાજરીએ લોકોમાં ચેતન આણ્યા.

→ જુગતરામ દવેએ 'સત્યાગ્રહ પત્રિકા' ઓ વહેંચી આશરે 5000 જેટલી પત્રિકાઓ લોકોમાં વહેંચી.

→ 'નવજીવન' અને 'યંગ ઈન્ડિયા'માં ના-કરની લડતના સમાચારરો પ્રગટ થયા.

→ સમગ્ર ગુજરાતમાં 'બારડોલી દિન' તરીકે ઉજવણી કરી.

→ ધીમે ધીમે આ લડત માત્ર બારડોલી લડતને બદલે સમગ્ર ગુજરાતની લડત બનતી ગઈ.

→ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સિવાયના દેશભરનાં તમામ છાપાઓએ જંતણાઈ માંગણી ન્યાયી ગણી હતી.

→ અલ્બાસ સાહેબ, ઈમામ સાહેબ, કલ્યાણજીભાઈ તથા કુંવરજીભાઈની હાજરીએ તથા ફૂલચંદભાઈ ના યુદ્ધ ગીતોએ લોકોમાં જોશ અને ઉત્સાહ ભર્યો.

→ આ લડતમાં બહેનોએ વધારે ઉત્સાહથી કાર્ય કર્યું હતું.

→ આ બહેનોએ જ વલ્લભભાઈ પટેલને 'સરદાર' નું બિરૂદ આપ્યું.

→ સરકારે રવિશંકર મહારાજ, શિવાનંદ સ્વામી, ફૂલચંદભાઈ, અમૃતલાલ, સન્મુખલાલ વગેરે અને વાંકાનેરના 11 ખેડૂતોને જેલમાં પૂર્યા.

→ આ લડતમાં 151 જેટલા કાર્યકરો તથા 1,500 સ્વયંસેવકોએ સત્યાગ્રહની જવાબદારી સંભાળી હતી. લડત દરમિયાન 28 કાર્યકરોને ધરપકડ કરી જેલમાં પૂર્યા, 16 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં, 126 જપ્તીઓ થઈ, 6 હજારથી વધુ નોટિસો કાઢવામાં આવી તથા 16 હજારથી વધારે ભેંસોની જપ્તી કરવામાં આવી હતી. કુલ 122 પટેલોમાંથી 84 જણાએ તથા કુલ 45 તલાટીઓમાંથી 19 જણાએ રાજીનામાં આપ્યાં હતાં.

→ અંતે સરકારે ખેડૂતો સાથે સમાધાન કરીને નિષ્પક્ષ તપાસ પંચ નીમવાનું નક્કી કર્યું.

→ એક તરફ વધારેલું મહેસૂલ ભરાઈ જાય તો તપાસ કરવા તૈયાર હતી જ્યારે સરદાર જૂનું મહેસૂલ ભરવાનું સ્વીકારવા તૈયાર હતા.

→ છેવટે વાટાઘાટો થઈ. તેમાં જૂનું મહેસૂલ ભરવાનું કેદીઓને છોડવાનું, જપ્તિની જમીન પાછી આપવાનું અને સરકારી કર્મચારીઓને તમની નોકરીમાં પાછા લેવાનું સરકાર તરફથી સ્વીકારાયું. માત્ર અત્યાચારોની તપાસનો આગ્રહ સરદારે પડતો મૂકવો પડ્યો.

→ બારડોલી લડતની સફળતાના કારણે ખેડા જિલ્લામાં માતર તાલુકાની જમીન મહેસૂલમાં 25% ઘટાડો થયો.

→ જમીન મહેસૂલ વધારાના વિરોધમાં 'લેન્ડ લીગ' ની સ્થાપના થઈ, જેનાથી લોકોમાં જાગૃતિ ફેલાઈ

→ બારડોલી સત્યાગ્રહ લડત દરમિયાન સુરત જિલ્લામાં દારૂબંધી ચળવળ ચાલતી હતી.

→ ઈ.સ. 1929ના એપ્રિલમા ઉનાઈમા 'રાનીપરજ પરિષદ' ભરાઇ જેમાં વડોદરા તથા વાસદા રાજ્યની દારૂ અંગેની નીતિની સખત શબ્દોમાં ટીકા કે ઝાટકણી કાઢી હતી.

→ બ્રિટિશ સરકારે ઝુકીને જપ્તી કરેલી જમીન પાછી આપી દીધી કેદીઓને મુક્ત કર્યા તથા છૂટા કરેલા કર્મચારીઓને પાછા લઈ લીધાં.

→ આ ના કરની લડતનો વિજય થતાં 12 ઓગષ્ટ 1928ના રોજ બારડોલીમાં ગાંધીજી તથા સરદાર પટેલે જાહેર સભા યોજી તથા સંગ્ર ગુજરાતમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો.

Post a Comment

0 Comments