ધ્રોળ સત્યાગ્રહ (1931)| Drola Satyagraha (1931)
ધ્રોળ સત્યાગ્રહ (1931)
→ રાષ્ટ્રધ્વજ પરત મેળવવા ગુજરાતમાં ધ્રોળની પ્રજાએ કરેલો સત્યાગ્રહ.
→ સૌરાષ્ટ્રમાં હાલના જામનગર જિલ્લામાં આવેલા ધ્રોળના જૂના દેશી રાજ્યમાં રાજા દોલતસિંહ(1914–1939)ના સમયમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કચડી નાંખવામાં આવતી.
→ પુરૂષોત્તમ ઉદ્દેશીએ ધ્રોળમાં સભા ભરી હતી અને સત્યાગ્રહની માહિતી લોકોને આપી હતી, આ પ્રસંગે ફરકાવેત રાષ્ટ્રધ્વજ પોલીસે જપ્ત કરી લીધો હતો.
→ રાષ્ટ્રવાદી નેતા પુરુષોત્તમ ઉદેશીને રાજ્યની પોલીસે માર્ચ 1931માં જેલમાં પૂરી ખૂબ મારવાથી લોકોમાં ભય ફેલાયો હતો.
ફૂલચંદભાઈ શાહે પાંચ સ્ત્રીઓ સહિત 54 સત્યાગ્રહીઓ સાથે ધ્રોળ જઈ 26 મે, 1931ના રોજ સરઘસ કાઢી, દરબારગઢ ચોકમાં સભા ભરી ધ્વજ સોંપી દેવાની માગણી કરી.
→ પોલીસે સત્યાગ્રહીઓ ઉપર લાઠીચાર્જ કર્યો અને સખત વરસાદ હોવા છતાં પણ સત્યાગ્રહીઓ ખસ્યા નહીં.
→ રાજકોટના કેટલાંક વકીલો રાજા અને દીવાનને મળ્યા અને ધ્વજ પાછો આપવાની વિનંતી કરી, પરંતુ રાજાએ તેન ઈન્કાર કરી દીધો.
→ 30 મે, 1931ના રોજ ધોલેરા, બરવાળા, ભાવનગર વગેરે સ્થળેથી આવેલા સત્યાગ્રહીઓ સભા, સરઘસ તથા ઉપવાસમાં જોડાયા.
→ 31 મે, 1931ના રોજ પોલીસે ધ્વજ પરત કર્યો ત્યારે લોકોએ વિજયનો ઉત્સવ ઊજવ્યો.
0 Comments
Any suggestions, Please comment Below 👇