→ લીંબડી રાજ્યના રાજકીય નેતાઓ જવાબદાર રાજ્યતંત્રની માગણી કરતા હતા.
→ તેથી ઠાકોરસાહેબ દોલતસિંહજી(1908–1940)ના મોટા પુત્ર યુવરાજ દિગ્વિજયસિંહજી અને કુમાર કારભારી (દીવાન) ફતેસિંહજીએ મુંબઈમાં રહેતા લીંબડીના આગેવાનોને 1938ના નવેમ્બરમાં લીંબડી આવી વાટાઘાટો કરવા આમંત્રણ આપ્યું. એના અનુસંધાનમાં એ આગેવાનો લીંબડી આવ્યા અને 24મી ડિસેમ્બર, 1938ના રોજ રસિકલાલ ઉમેદચંદ પરીખના નેતૃત્વ નીચે ‘લીંબડી પ્રજામંડળ’ની સ્થાપના કરી. એની સભ્યફી એક આનો (એટલે કે નવા 6 પૈસા) રાખવામાં આવી હતી.
→ ઠાકોર સાહેબ તથા તેમના કારભારી ફતેહસિંહજીએ માંગણી ગ્રાહ્ય રાખવાનો દેખાવ કરી ને તેમની પ્રવૃત્તિ લીંબડી પૂરતી મર્યાદિત રાખવા જણાવ્યુ.
→ તેના પ્રમુખ દરબાર ગોપાળદાસ દેસાઈ અને મંત્રી ઉછરંગરાય ઢેબરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
→ 19મી ફેબ્રુઆરી, 1939ના રોજ લીંબડીમાં દરબાર ગોપાળદાસના પ્રમુખપદે પ્રજાકીય પરિષદ ભરવાનું નક્કી થયું. લીંબડી રાજ્યે એના પર પ્રતિબંધ મૂકવાને બદલે દમન અને અત્યાચારની નીતિ અપનાવી. પ્રજામંડળની સામે બ્રાહ્મણોના ‘સનાતન મંડળ’ અને મુસ્લિમોની ‘મુસ્લિમ જમાત’ની રચના કરવામાં આવી.
→ પાણશીણા, રળોલ, શિયાણી અને કરસનગઢના પ્રજામંડળના કાર્યકરોને મારવામાં આવ્યા અને એમની મિલકત લૂંટી લેવામાં આવી. પરિષદમાં ભાગ લેવા દરબાર ગોપાળદાસ, લીલાવતી મુનશી, શાંતિલાલ શાહ, જીવણલાલ દીવાન, અર્જુન લાલા વગેરે નેતાઓ લીંબડી આવ્યા હતા.
→ લીંબડી પ્રજામંડળે સમગ્ર હિંદમાં લીંબડી રાજ્યના રૂનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું.
→ લીંબડી રાજ્યના ઠાકોર દોલતસિંહજીનું 1940માં અને ઠાકોર દિગ્વિજયસિંહજીનું 1941માં અવસાન થયું.
→ 13-5-1942ના રોજ લડતના સમાધાનનો એક પ્રયાસ થયો, પરંતુ છેલ્લી ઘડીએ નિષ્ફળ ગયો.
→ અંતે વહીવટદાર જે. પી. નિકોલસનના સમયમાં 1943માં આ લડતનું આખરી અને સર્વસંમત સમાધાન થયું.
0 Comments
Any suggestions, Please comment Below 👇