Ad Code

Shivkumar Joshi (શિવકુમાર જોશી)

શિવકુમાર જોશી
શિવકુમાર જોશી

→ જન્મ : 16 નવેમ્બર, 1916 (અમદાવાદ)

→ પૂરું નામ : શિવકુમાર ગિરિજાશંકર જોશી

→ અવસાન 4 જુલાઇ, 1988

→ ગુજરાતી નાટયકાર, નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક


→ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાંથી કર્યું હતું. ત્યારબાદ ગુજરાત કોલેજ(અમદાવાદ)માંથી વર્ષ 1937માં B.A.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

→ તેમણે વર્ષ 1937-58 સુધી મુંબઇ-અમદાવાદમાં ભાગીદારીથી કાપડનો વ્યાવસાય કર્યો હતો.

→ વર્ષ 1958 બાદ કોલકાતામાં કાપડનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો હતો.

→ તેમણે ગુજરાત સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ અને મંત્રી તરીકે સેવા આપી હતી.

→ બંગાળી કૃતિઓના ગુજરાતીમાં અનુવાદો કરનાર શિવકુમાર જોશીએ ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા પ્રકાશિત કેસૂડાના પ્રકાશનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

→ તેમને વર્ષ 1952માં કુમારચંદ્રક, વર્ષ 1959માં નર્મદ સુવર્ણચંદ્રક તથા વર્ષ 1970માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


સાહિત્યસર્જન

→ નવલિકા : રજનીગંધા, ત્રિશૂળ, શબરીબાઈના એઠાં બોર

→ નવલક્થા : કંચુકીબંધ, અસીમ પડછાયા, શ્રાવણી, અનંતનાગ, આભ રુવે એની નવલખધારે,હું નથી નારાયણી, કેસુડે કામણ છોળ્યા

→ નિબંધ સંગ્રહ : ચૌરંગીને ચોતરેથી

→ સ્મૃતિકથા : મારગ આ પણ છે શૂરાનો

→ અનુવાદ : જોગાનું જોગ, આદર્શ હિન્દુ હોટલ, નવું ધાન

→ એકાંકી : પાંખ વિનાના પારેવા. નિલાંચલ

→ નાટક : અંધારા ઉલેચો, લેડિઝ કમ્પાર્ટમેન્ટ,બાણશય્યા,નકુલ અજરામર

→ પ્રવાસકથા : જોવી'તી કોતરોને જોવી'તી કંદરા, પગલાં પડી ગયાં


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments