→ ક્રાંતિકારી બિરસા મુંડા 'ધરતી આબા' ઉપનામથી જાણીતા છે, જેનો અર્થ ધરતી બાબા/ધરતી દેવ થાય છે.
→ કેન્દ્ર સરકાર દ્વારા 15 નવેમ્બર, 2021ના રોજ બિરસા મુંડાની જન્મજયંતીને 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ આજ દિવસે ઝારખંડ રાજય પોતાનો રાજય દિવસ તરીકે ઉજવણી કરે છે.
→ વર્ષ 2021માં વડાપ્રધાન દ્વારા તેમની જન્મજયંતી નિમિત્તે રાંચીમાં 'ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉધાન અને 'સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
→ સ્વતંત્રતા સેનાની પરિસરમાં બિરસા મુંડાની 25 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
મુંડા વિદ્રોહ
→ બિરસા મુંડા આંદોલન(ઉલગુલાન વિદ્રોહ)4 મે, 1895માં છોટાનાગપુરમાં થયું હતું, આ જ મઆંદોલન અંગ્રેજો દ્વારા ખૂંટકટી(એક પ્રકારની સામૂહિક ખેતીની વ્યવસ્થા)માં કરવામાં આવેલ ફેરફારોના કારણે બ્રિટિદારો અને સ્થાનિક જમીનદારો વિરુદ્ધ કરવામાં આવ્યું હતું.
→ આ આંદોલનનો ઉદ્દેશ આદિવાસીઓની જમીન, અનહદ શોષણ અને અન્યાય માટે કરવામાં આવ્યું હતું, આ આંદોલનની સફળતા બાદ તેમને 'ધરતી આબા' ની ઉપાધિ આપવામાં આવી હતી. ઉપરાંત, તેમણે સરદાર મઆંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી.
→ મુંડા આદિવાસી સમાજમાં સુધારો કરવા, અંધવિશ્વાસને છોડી પ્રાર્થના પર ભાર મુકવા તેમજ લોકોને દારૂનું સેવન છોડાવવા માટે બિરસા મુંડા દ્વારા 'બિરસૈત સંપ્રદાય'ની શરૂઆત કરવામાં આવી હતી.
→ ભારત સરકારે તેમની યાદમાં વર્ષ 1988માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
→ પ્રસિદ્ધ લેખિકા મહાશ્વેતા દેવીએ હિંદીમાં ‘જંગલ કે દાવેદાર' નામે પુસ્તક લખ્યું છે, જેમાં બિરસા મુંડા અને આદિવાસીઓના સંઘર્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમના પર અનેક પુસ્તકો લખાયા છે.
→ ઝારખંડના રાંચી એરપોર્ટનું નામ 'બિરસા મુંડા હવાઈમથક' આપવામાં આવ્યું છે અને ભારતીય સંસદમાં તેમની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
→ ગુજરાત સરકાર દ્વારા 4 ઓકટોબર, 2014 ના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં બિરસા મુંડા આદિજાતિ વિશ્વવિધાલય (Birsa Munda Tribal University)ની સ્થાપના કરવામાં આવી છે.
→ વર્ષ 2020માં જાહેર કરવામાં આવેલ કુલ 9 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયો પૈકી સૌથી મોટું સંગ્રહાલય રાજપીપળામાં આવેલ છે.
→ ભારતીય સૈન્યની બિહાર રેજિમેન્ટના નારા (War Cry) તરીકે “જય બજરંગ બલી' અને 'બિરસા મુંડા કી જય' અપનાવવામાં આવ્યા છે.
→ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજય સરકારોએ બિરસા મુંડા નામે અનુસૂચિત જનજાતિ (ST) માટે વિવિધ યોજનાઓ જાહેર કરી છે.
→ તેમનું અવસાન રાંચીની જેલમાં થયું હતું, તેમની સમાધિ રાંચી ખાતે આવેલી છે.
0 Comments