ચૌલ સામ્રાજ્યની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય
ચૌલ સામ્રાજ્યની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય
ધાતુશિલ્પો
→ 10મી સદી દરમિયાન વિકાસ થયો.
→ મુખ્યત્વે તાંબાનાં કે કાંસાનાં શિલ્પો જોવા મળે છે.
→ 11મી-12મી સદીથી નટરાજની ધાતુપ્રતિમાઓની રચના વિશેષ પ્રચલિત બની.
→ એ પૈકી તિરુવલંગાડું (જિ. ચિત્તુર)માંથી પ્રાપ્ત નટરાજની કાંસાની મૂર્તિ ભારતીય ધાતુમૂર્તિકલા-નિર્માણના ઉત્કૃષ્ટ નમૂનારૂપ છે.
→ આ ઉપરાંત મદ્રાસ (ચેન્નઈ)ના મ્યુઝિયમમાં સંગ્રહિત શ્રીરામની ધાતુની મૂર્તિ પણ ઉત્તમ છે.
ભીંતચિત્રો
→ તિરુમયમ અને મમંદુરની ગુફાઓ, કાંચીનાં કૈલાસનાથ અને વૈકુંઠ પેરૂમલનાં મંદિરો મુખ્ય છે.
→ પનમલાઈના તલગિરિશ્વર મંદિરનાં ખંડિત ભીંતચિત્રો પલ્લવ શૈલીનાં છે.
→ શૈવ વિષયોને લગતાં ચિત્રોના નમૂનાઓ અદભૂત છે.
→ તેમાં પીળા, લાલ, કાળા, સફેદ રંગનો ઉપયોગ થયો છે.
સાંસ્કૃતિક જીવન
→ ચૌલ સામ્રાજ્યમાં તામિલ ભાષાનો સુવર્ણયુગ હતો.
→ તામિલ સાહિત્યમાં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયનાં ભક્તિકાવ્યોનો સવિશેષ સંગ્રહ થયો.
→ તામિલ સાહિત્યને ઉત્તેજન મળતાં ચૌલ સમયમાં સંસ્કૃત મહાકાવ્યો, પુરાણો, તત્ત્વજ્ઞાનની રચનાઓ, વ્યાકરણગ્રંથો વગેરેના તામિલ ભાષામાં અનુવાદ થયા.
સાહિત્ય કૃતિઓ
→ પરાન્તક પ્રથમના સમયનું વેંકટ માધવ કૃત ૠગ્વેદ પરનું ભાષ્ય
→ રાજારાજ બીજાના સમયમાં કેશવસ્વામી નામના વિદ્વાને 'નાના- ધોર્ણવ સંક્ષેપ' નામે કોષ પ્રગટ કર્યો.
ચૌલ સ્થાપત્ય
મંદિરો :
→ શૈલી : પલ્લવ શૈલી, દ્રવિડ સ્થાપત્યશૈલી
→ શ્રી નિવાસનલ્લુર (જિ. તિરુચિલ્લાપલ્લી) કોરંગનાથનું મંદિર તેમજ પુડુક્કોટ્ટાઈ. આ મંદિરોમાં પલ્લવ શૈલીનાં મંદિરોનું અનુકરણ જણાય છે.
→ 10મી સદીના પ્રારંભથી મોટાં અને વધુ માળવાળાં અને ગોપુરમયુક્ત મંદિરોની રચના થવા લાગી.
→ તાંજોરનું રાજરાજેશ્વરનું મહાન શિવમંદિર ચૌલયુગના મહાન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.
→ ચૌલ શાસનકાળમાં ગોપુરમ શૈલીનો પ્રારંભ થયો હતો.
નટરાજ મૂર્તિ
→ ચૌલ કલાકારોએ બનાવી હતી.
→ આ મૂર્તિ તાંબામાંથી બનેલી છે.
→ મૂર્તિમાં ભગવાન શિવને નૃત્ય કરતા દર્શાવવામાં આવ્યા છે.
→ નટરાજ મૂર્તિ ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલ છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇