→ ધારસણા સત્યાગ્રહ અથવા ધરાસણા સત્યાગ્રહ એ મે, ૧૯૩૦માં ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન લગાવવામાં આવેલા મીઠા પરના વેરાના વિરોધમાં કરવામાં આવેલો સત્યાગ્રહ હતો.
→ જૂન 1930માં અગ્ર્જોએ કોંગેસને જ ગેરકાનૂની સંગઠન જાહેર કર્યું અને દમનકારી પ્રવૃત્તિઓ ચલાવી.
→ પંડિત જવાહરલાલ નહેરુ તથા ગાંધીજી જેલમાં પૂર્યા.
→ ગાંધીજીની ધરપકડ બાદ અબ્બાસ તૈયબજી, નરહરિ પરિખ અને આની આગેવાનોએ આ લડત ચાલુ રાખી.
→ ગાંધીજીની ધરપકડના વિરોધમાં મુંબઈની સડકો પર 50,000 મિલ મજૂરોએ ઉગ્ર દેખાવ કર્યો.
→ આ સૌ માં અંગ્રેજોનું ભયાનક રૂપ ધરાસણા સત્યાગ્રહમાં જોવા મળ્યું.
→ 21 મે, 1930ના રોજ ધરાસણામાં સરોજાની નાયડુ, ઈમામ સાહેબ અને મણિલાલ નેતૃત્વમાં 1570 જેટલા સ્વયંસેવકો મીઠાનો અગરો પર જવા લાગ્યા ત્યારે અંગ્રેજોએ લોખંડની લાઠીઓથી ફટકાર્યા.
→ પોલીસના લાઠીમાર છાતા તેઓએ આગેકૂચ જારી રાખી હતી. તેમને અર્ધો કલાક તડકામાં રાખવામા આવેલા.
→ બેઠેલા સ્વયંસેવકો પર ઘોડેસવારો ફરી વળ્યા હતા.
→ પથારીમાં પડેલાને પણ માર્યા અને કેટલાકને કાંટાળી વાડમાં ફેંક્યા હતા.
→ આખા દિવસને અંતે 740 જેટલા ઘાયલ થયા હતા.
→ 22મી તારીખે ઘાયલ થયેલા સ્વયંસેવકો પૈકી એકનું મૃત્યુ થયું હતું.
→ આ લડત દરમિયાન બહેનોએ પણ મિથુબહેન પીટીટની આગેવાનીમાં બહેનોએ પરદેશી કાપડનું પિકેટિંગ કર્યું હતું.
→ કેટલીક બહેનોએ સત્યાગ્રહની લડતમાં ભાગ લઈને જેલવાસ પણ સ્વીકાર્યો હતો.
→ 23 મેના દિવસે ધરાસણાની છાવણીમાંથી નરહરિભાઈની ધરપકડ કરવામાં આવી. ઊંટડી અને ડુંગરીમાં ક્રિમિનલ પ્રોસીજર કોડની 144મી કલમનો અમલ કરવામાં આવ્યો. 25 મેના રોજ ધરાસણા આવતાં મુનિ જિનવિજયજીની તથા શેઠ રણછોડલાલની, તેમની ટુકડી સાથે ધરપકડ કરવામાં આવી.
→ બોરસદ અને બારડોલીમાં લોકોએ નાકારની લડત શરૂ કરી હતી.
→ 3000-4000 કુટુંબોએ 1930ના ઓકટોબરના મધ્ય ભાગથી 1931ની પંદરથી માર્ચ સુધી તેમના વતનથી હિજરત કરી ગયા હતા.
→ તેઓએ જમીનમાં વાવણી કરી અને પાક તૈયાર થતાં તેઓ જમીન ઓર આવી મધરાતે લણણી કરી જતાં હતા.
→ પાક લઈ ન શકનાર ખેડૂત કુટુંબને માણસદીઠ 12 રૂપિયાની મદદ આપવામાં આવી હતી.
→ ગાંધી-ઇરવીન કરાર બાદ આ ખેડૂતો વતન પાછા ફર્યા હતા.
→ ધરાસણા સત્યાગ્રહની અંગ્રેજોની આવી ભયાનક દર્દનાશક સ્થિતિની અમેરિકનું એક છાપું "New Freeman"ના પત્રકારે મિલરે લખ્યું કે "સંવાદના રૂપે મે છેલ્લા 18 વર્ષમાં ઘણા વિદ્રોહ જોયા છે. પરંતુ ધરાસણા સત્યાગ્રહ જેવા દ્રશ્યો મે મારા જીવનમાં ક્યારેય જોયા નથી."
0 Comments