Ad Code

Independence Day 15 August


15 August

→ 15 ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે. આ દિવસે ભારતના લોકો ગુલામીમાંથી મુક્ત થયા હતા.

→ દેશને 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.

→ દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

→ તિરંગો આપણા દેશની ઓળખ છે અને ભારતને એક આઝાદ અને લોકતાંત્રિક દેશના રૂપમાં પ્રસ્તુત કરે છે.

→ ભારતીય ધ્વજમાં ત્રણ રંગના પટ્ટા છે. તેમાં સૌથી ઉપર કેસરી પટ્ટો છે, જે ભારતની તાકત અને સાહસનું પ્રતિક છે. વચ્ચે સફેદ રંગ છે, જે શાંતિ અને સત્યનું પ્રતિક છે. સૌથી નીચે લીલો રંગ છે. જે આપણા દેશની હરિયાળી, વિકાસ અને સમૃદ્ધિનું પ્રતિક છે. તિરંગાના વચ્ચે એક બ્લ્યૂ રંગનું અશોક ચક્ર છે, જેમાં 24 આરા છે. અશોક ચક્ર દેશની ગતિશીલતા અને વિકાસ ચક્રનું પ્રતિક છે.

→ 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સત્તાવાર રીતે ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું. ત્યારથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કરે છે. ભારતનો ધ્વજ સૌ પ્રથમ 1906 માં કલકત્તાના પારસી બાગાન સ્ક્વેરમાં ફરકાવવામાં આવ્યો હતો. તેના પર ધાર્મિક પ્રતિકો હતા. 8 ગુલાબ પણ હતા. તેના પર વંદે માતરમ લખ્યું હતું.

→ વર્ષ 2002 પહેલા ભારતના સામાન્ય લોકોને સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ સિવાય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની મંજૂરી નહોતી. આ પછી સુપ્રીમ કોર્ટે 2002માં ફ્લેગ કોડમાં ફેરફાર કર્યો હતો અને જનતાને ધ્વજ ફરકાવવાની મંજૂરી આપી હતી.

→ જાણકારી મુજબ ભારતીય ધ્વજ ખાદીનો જ બનાવવો જોઈએ. અન્ય કોઇ કાપડનો ઝંડો ફરકાવવા પર ત્રણ વર્ષની સજા થઇ શકે છે. 15 ઓગસ્ટે ધ્વજારોહણ (Flag Hoisting) કરવામાં આવે છે. જ્યારે 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં (Flag Unfurling) આવે છે, આ બંનેની રીત પણ અલગ અલગ હોય છે.

→ 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના અવસરે ધ્વજારોહણ કરવામાં આવે છે. હકીકતમાં જ્યારે રાષ્ટ્રીય ધ્વજને સ્તંભ પર નીચેથી ઉપર ચડાવવામાં આવે છે તો, તેને ધ્વજારોહણ કહે છે. 15 ઓગસ્ટ 1947માં બ્રિટિશ રાજ એટલે કે, અંગ્રેજોના ઝંડાને નીચે ઉતારવામાં આવ્યો હતો અને ભારતીય તિરંગાને ઉપર ચડાવવામાં આવ્યો હતો.

→ 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે ઝંડાને ફરકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ઝંડો સ્તંભ પર પહેલાથી જ બાંધીને રાખેલો હોય છે અને પછી તેને ફરકાવવામાં આવે છે. ઝંડાની સાથે ફૂલની પાંખડીઓ પણ બાંધવામાં આવે છે. જેથી ધ્વજ ફરકાવતી વખતે પુષ્પ વર્ષા થાય છે. પંડિત જવાહરલાલ નેહરૂએ લાલ કિલ્લા પર 15 ઓગસ્ટ 1947ના દિવસે ધ્વજારોહણ કર્યું હતુ. ત્યાર બાદથી દર વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર દેશના વડાપ્રધાન ધ્વજારોહણ કરે છે.

→ 26 જાન્યુઆરી 1950ના ગણતંત્ર દિવસના અવસરે ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ઝંડો ફરકાવ્યો હતો. ત્યાર પછીથી ભારતના રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ પર દર વર્ષે 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવે છે. ત્યાર બાદ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે.





Post a Comment

0 Comments